(જી.એન.એસ), તા.૩
ગાંધીનગર પાસે આવેલા કરાઇ ખાતે પોલીસ દિક્ષાંત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 421 જેટલા પીએસઆઈએ દીક્ષાંત પરેડમાં ભાગ લીધો હતો. આ સાથે નવનિયુ પીએસઆઈ અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને નવનિયુક્ત પોલીસ અધિકારીઓને સંબોધ્યા હતા.
સીએમ રૂપાણીએ નવનિયુક્ત પીએસઆઈને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રજાના રખેવાળની તક સેવાના ભાવથી નિભાવશો તેવી આશા છે. હવે તમારે પ્રજાના મિત્ર તરીકે જવાબદારીથી કામ કરવાનું છે. અસામાજિક તત્વોને શક્તિશાળી બનતા અટકાવવાના છે. તેમણે નવા પીએસઆઈનો જુસ્સો વધારતા કહ્યું હતું કે, પોતાની જવાબદારીમાં ક્યાંય પાછા નહીં પડવું અને મોટા અધિકારી બનો ત્યારે ગુજરાત પોલીસ અને જનતા તમારા પર ગૌરવ લે. આ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિપુર્ણતા પ્રસ્થાપિત કરો અને પ્રાજના મિત્ર બનીને વિવેકપુર્ણ કામ કરો તેવી આશા સીએમ રૂપાણીએ નવા પીએસઆઈ પાસે વ્યક્ત કરી હતી.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુનેગારોને સમાજમાં ખોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત ન થવા દેશો એવી પણ આશા રાખી હતી. બીજી તરફ ગુજાર સરકાર 17,000 કોન્સ્ટેબલની ભરતી ઝડપથી કરી રહી હોવાનું પણ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ શપથ કાર્યક્રમમાં 421 જેટલા પીએસઆઈ હાજર રહ્યા હતા જેમાં 151 મહિલા અધિકારીઓ અને 270 પુરૂષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.