Home દેશ - NATIONAL પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પોલીસીધારકોને આઈપીઓમાં ડિસ્કાઉન્ટેડ ભાવ નહિં મળે

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પોલીસીધારકોને આઈપીઓમાં ડિસ્કાઉન્ટેડ ભાવ નહિં મળે

84
0

(જી.એન.એસ),તા.૨૩


મુંબઈ


એલઆઈસીના અધ્યક્ષે કહ્યું હતું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ગ્રાહકો પણ આઈપીઓમાં પૉલિસી ધારકોને મળતા લાભો માટે પાત્ર છે, જેના એક દિવસ પછી એલઆઈસીએ ખુલાસો કર્યો છે. જાે કે, એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો ઉલ્લેખ અજાણતા કરવામાં આવ્યો હતો. આઈપીઓની સુવિધા માટે એલઆઈસીની શેર મૂડી ગયા વર્ષે સપ્ટેમ્બર દરમિયાન રૂ. ૧૦૦ કરોડથી વધારીને રૂ. ૬,૩૨૫ કરોડ કરવામાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરીના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસએ જણાવ્યું હતું કે દરખાસ્ત સરકારના અંદાજિત રૂ. ૬૩,૦૦૦ કરોડમાં ૫ ટકા હિસ્સાના વેચાણ માટે હતી. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, ૩૫ ટકા પબ્લિક ઓફર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે, ૫ ટકા એલઆઈસી કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે જ્યારે ૧૦ ટકા પબ્લિક ઓફર તેના પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. તેથી, એલઆઈસી પોલિસીધારક રિટેલ અને પોલિસીધારક શ્રેણી બંનેમાં અરજી કરી શકશે. એલઆઈસીનો આઈપીઓ માર્ચ સુધીમાં આવવાની ધારણા છે. એકવાર લિસ્ટેડ થયા પછી, LICનું માર્કેટ વેલ્યુએશન આરઆઇએલ અને ટીસીએસ જેવી ટોચની કંપનીઓની બરાબર હશે. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે બજારમાં એલઆઈસીના આઈપીઓની ચર્ચા ચાલી રહી છે અને રોકાણકારો તેમાં ભારે રસ દાખવી રહ્યા છે. એલઆઈસીનો આઈપીઓ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહ્યો છે. સરકારે આ મહિને એલઆઈસીના આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ દસ્તાવેજ સબમિટ કર્યો છે. આઈપીઓ માર્ચમાં મૂડીબજારોમાં આવે તેવી ધારણા છે. આ આઈપીઓ દ્વારા સરકાર એલઆઈસીમાં પાંચ ટકા હિસ્સો ઓફર કરી રહી છે. સરકાર આ હેઠળ ૩૧.૬ કરોડ શેર ઓફર કરશે, જે પાંચ ટકા હિસ્સાની સમકક્ષ છે.આઈપીઓ બાઉન્ડ ઇન્સ્યોરન્સ કંપની એલઆઈસીએ ૨૨ ફેબ્રુઆરીએ સ્પષ્ટતા કરી હતી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પોલિસીધારકો આગામી પ્રારંભિક જાહેર ઓફર (IPO) માં ડિસ્કાઉન્ટેડ ભાવે શેર માટે પાત્ર નથી. LICએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એક જૂથ વીમા ઉત્પાદન છે અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પોલિસીધારકો ડિસ્કાઉન્ટ માટે હકદાર નથી. એલઆઈસીના ચેરમેન એમ આર કુમારના નિવેદન બાદ એલઆઈસીએ ખુલાસો કર્યો છે. ગયા અઠવાડિયે દાખલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર એલઆઈસીના પાત્ર પોલિસીધારકોને આઈપીઓમાં આરક્ષણ આપવામાં આવશે જે હેઠળ વ્યક્તિ દીઠ મહત્તમ બિડની રકમ રૂ.૨,૦૦,૦૦૦થી વધુ રહેશે નહિ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field