Home દુનિયા - WORLD PML-N અને PPP વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર વાતચીત અનિર્ણિત રહી ગઈ

PML-N અને PPP વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર વાતચીત અનિર્ણિત રહી ગઈ

48
0

(જી.એન.એસ),તા.૧૯

ઇસ્લામાબાદ-પાકિસ્તાન,

પાકિસ્તાનમાં અતિશય ગરબડના આક્ષેપો વચ્ચે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી નવી સરકાર રચી શકાઈ નથી. દરમિયાનમાં, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી PML-N અને ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી PPP વચ્ચે ગઠબંધન સરકાર માટે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર વાતચીત અનિર્ણિત રહી હતી. જો કે, બંને પક્ષોએ ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિનો દાવો કર્યો હતો. બંને પક્ષોની સંકલન સમિતિ વચ્ચે ત્રીજી બેઠક યોજાઈ હતી, જે અનિર્ણિત રહી હતી. બંનેએ સત્તા વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે એટલે કે આવતીકાલે ફરી મળવાનું નક્કી કર્યું છે. બેઠક બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચેની વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

પીએમએલ-એન અને પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી)ના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી અને નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત થઈ હતી. મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ ચર્ચાની જરૂર છે. ઉલ્લેખનીય પીએમએલ-એનએ શેહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ચૂટણીઓમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો અંકે કરી છે. સામાન્ય ચૂંટણીઓમાં, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 265 બેઠકોમાંથી 93 બેઠકો જીતી છે. જ્યારે PML-N 75 બેઠકો સાથે બીજા ક્રમે છે, જ્યારે પીપીપી 54 બેઠકો સાથે ત્રીજા સ્થાને રહી છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પણ 17 સભ્યો સાથે તેમને ટેકો આપવા સંમત છે. ઉલ્લેખનીય છે કે સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષે 266 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 133નો આંકડો પાર કરવો પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePM મોદી 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
Next articleજ્યુનિપર હોટેલ્સ IPO લોન્ચ કરવા માટે તૈયાર, 5 કરોડ શેરનો સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ સામેલ