Home દેશ - NATIONAL PM મોદી જ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન : સુપ્રીમ કોર્ટ

PM મોદી જ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન : સુપ્રીમ કોર્ટ

64
0

(GNS),26

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ નથી કરી રહ્યા.

આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરવાથી બંધારણનું સન્માન થતું નથી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદ કરવાની સત્તા છે. આ સાથે, રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ મામલે ભારે રાજનીતિ ચાલી રહી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશની સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ, વડાપ્રધાન દ્વારા નહીં. એટલું જ નહીં, અત્યાર સુધી 21 વિપક્ષી પાર્ટીઓએ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, NDAના ઘટક પક્ષો સહિત 25 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.

21 વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, એનસીપી, સીપીઆઈ(એમ)નો સમાવેશ થાય છે. ), RJD, AIMIM, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK).

ભાજપ, શિવસેના (શિંદે જૂથ), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, અપના દળ – સોનીલાલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, તમિલ મનિલા કોંગ્રેસ, AIADMK, AJSU (ઝારખંડ), મિઝો નેશનલ મોરચો, YSRCP, TDP, BJD, BSP, JDS, શિરોમણી અકાલી દળનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૭-૦૫-૨૦૨૩)
Next articleમણીપુર હિંસા માટે હાઇકોર્ટ જવાબદાર : અમિત શાહ