(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
નોએડામાં મેટ્રોની મેજેંટા લાઈનનું ઉદ્ઘાટન કરવા માટે 25 ડિસેમ્બર (સોમવાર)એ નોએડા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી. જેનો ખુલાસો હવે થયો છે. એમિટી યૂનિવર્સિટી ખાતેના સભાસ્થળેથી નિકળીને બોટેનિકલ ગાર્ડનમાં આવેલા હેલિપેડ જતી વખતે વડાપ્રધાનનો કાફલો રસ્તો ભટકી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નિર્ધારીત રૂટના બદલે બીજા જ રૂટ પર જતો રહ્યો હતો, જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અન્ય તમામ વીવીઆઈપી મહામાયા ફ્લાઈઓવર પર જામમાં ફસાઈ ગયા હતાં. તેમના કાફલાની આગળ બસ તથા કેટલાક મોટરસાઈકલ આવી ગયા હતાં. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી દેવો પડ્યો હતો. આ ઘટનાક્રમથી વડાપ્રધાનની સાથે ચાલી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રોષે ભરાયા હતા અને તેમને અધિકારીઓને ખખડાવી નાખ્યા હતાં.
યોગી આદિત્યનાથના ઠપકા બાદ તત્કાળ અન્ય વાહનોને હટાવીને વડાપ્રધાનનો કાફલાને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ગંભીર ચૂકની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ગંભીર બેદરકારી દાખવવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુંસાર સોમવારે બપોરે 2:33 વાગ્યે એમિટી યૂનિવર્સિટી ખાતેથી નિકળેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી કાફલાને એચસીએલ કટથી એક્સપ્રેસ વે પર જવાનું હતું. એમિટીથી નિકળીને એચસીએલ પાસે બે અંદરના રસ્તા પડે છે. પહેલા રસ્તાની બાદ 200 મીટર બાદ બીજો એક રસ્તો આવે છે. વડાપ્રધાનના કાફલાને બીજા રસ્તેથી જવાનું હતું, પરંતુ આખો કાફલો પહેલા રસ્તે થઈને આગળના રૂટ પર ચાલ્યો ગયો. આ રૂટ પર વડાપ્રધાનની સુરક્ષા માટે ફોર્સ તૈયાત ન હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.