Home ગુજરાત PM મોદીના ભાઈ પોતે ફેક ન્યુઝ મુકે છે અને કહે છે ભારતના...

PM મોદીના ભાઈ પોતે ફેક ન્યુઝ મુકે છે અને કહે છે ભારતના મીડિયાની ઔકાત નથી…!!!

1875
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.21
ભાજપના નેતાઓ અને તેમના ભકતોની એક મઝા છે, તેઓ બતાડે તે જ પુર્વ દિશા તમારે માની લેવાની હોય છે. સત્તા નહોતી મળી ત્યાં સુધી કોંગ્રેસની વિરૂધ્ધ ચાલતા સાચા-ખોટા પ્રચારની તેમને મઝા પડી હતી, પરંતુ 2014માં કેન્દ્રમાં સરકાર બની પછી તેમને બ્રહ્મ જ્ઞાન લાધ્યુ અને તેમણે જાહેર કર્યુ કે સોશીયલ મીડીયા ઉપર ખુબ ફેંક ન્યુઝ આવે છે. આ બધા કરતા સવાયા ભાજપી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તો ફેંક ન્યુઝના નામે પત્રકારોને દંડવાની જોગવાઈ પણ જાહેર કરી, જો કે બધા કરતા જરા વધુ સમજદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિના દંડને બ્રેક મારી દીધી હતી.
કોઈ પણ સરકારી કર્મચારીનું કામ સરકારની યોજનાનો પ્રચાર કરવાનું હોય છે, તેમાં પણ માહિતી ખાતાના કર્મચારીનું તો આ જ કામ છે, ગુજરાતના માહિતી ખાતામાં નરેન્દ્ર મોદી રાજકારણમાં આવે તે પહેલાથી નરેન્દ્ર મોદીના સગાભાઈ પંકજ મોદી કામ કરતા હતા,એટલે કોઈએ તેવો અર્થ કાઢવાની જરૂર નથી કે નરેન્દ્ર મોદીએ પોતાના ભાઈ પંકજને નોકરી અપાવી હતી, જો કે બે વર્ષ પહેલા પંકજ મોદી નિવૃત્ત થઈ ગયા પછી માહિતી ખાતામાં તેઓ હાલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરે છે. આમ તો પંકજ મોદીનો ઈતિહાસ એવો રહ્યો છે કે તેમણે કયારેય પોતના મોટાભાઈ નરેન્દ્ર મોદીના નામનો લાભ લઈ કોઈ કામ કર્યુ હોય તેવી ફરિયાદ થઈ નથી, તેમજ તેઓ ભાજપ-કોંગ્રેસના રાજકારણથી પણ દુર રહ્યા છે.
પરંતુ તાજેતરમાં તેમણે એક વોટસઅપ ગ્રુપમાં પોતાના વ્યકિતગત નંબરથી એક સ્ટોરી વાઈરલ કરી, સ્ટોરી કંઈક આ પ્રમાણેની હતી જેમાં કોંગ્રેસના એક ગુજરાત બહારના ધારાસભ્ય મુકેશ કોહલી પાસેથી રૂપિયા 20000 કરોડની ચલણી નોટો પકડાઈ તેવો દાવો અને તેનો ફોટો પણ મુકયો છે, ખરેખર આવુ દેશમાં કયાં બન્યુ નથી કે એક સામટા 20 હજાર કરોડ પકડાયા હોય. પંકજ મોદીએ કોઈને આ સ્ટોરી મોકલી હશે અને વાયરલ તેમણે કરી તેવુ માની લઈ, પણ તેમણે તેની ઉપર નોંધ પણ મુકી કે ભારતના મીડીયામાં હિંમત નથી કે આ સ્ટોરી બતાડે માટે તમે તેને ખુબ વાયરલ કરો. એવુ પણ માની લઈએ કે સ્ટોરી સાથેની નોંધ પણ તેમની નથી તે પણ આગળથી આવી હશે.
પંકજ મોદી નરેન્દ્ર મોદીના સગાભાઈના ના હોત તો પણ તેઓ ગુજરાત સરકારના માહિતી અધિકારી છે એટલે તેમણે આ પ્રકારના રાજકિય ફેંક ન્યુઝમાં પડવાની જરૂર ન્હોતી. પરંતુ પંકજ મોદીએ વાયરલ કરેલા આ ફેંક ન્યુઝની ખુબ ચર્ચા હાલમાં ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી સામે પડેલા હિન્દુ શેર ત્રણ દિવસમાં ઢેર…..!
Next articleવિશ્વ પુસ્તક દીન ઃ મોદીજી ગયા અને ‘વાંચે ગુજરાત’ના બોર્ડ ઉતરી ગયા…..!!?