Home ગુજરાત PM મોદીના ભાઇથી પત્રકારની જાનનું જોખમ…મુખ્યમંત્રી રૂપાણીને નાખી રાવ…!!

PM મોદીના ભાઇથી પત્રકારની જાનનું જોખમ…મુખ્યમંત્રી રૂપાણીને નાખી રાવ…!!

1643
0

પત્રકારની સલામતીની માંગને ધ્યાનમાં લેવાને બદલે, મુખ્યમંત્રી કાર્યાલયએ ઊલટા ચોર કોટવાલને દંડેની નીતિ અપનાવી પત્રકારની અરજી પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલીને રક્ષણ આપવાને બદલે ફરિયાદ તેમનું મરણોત્તર નિવેદન સમાન હોવાથી તેઓ આત્મવિલોપન કરવા માંગે છે એમ જણઆવી પંડ્યાની સામે જ કાર્યવાહી કરવા સત્તાવાળાઓને જાણ કરી છે…!

(જી.એન.એસ., હર્ષદ કામદાર
ગાંધીનગરના ન્યૂઝ24ના પત્રકાર ગૌરાંગ પંડ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાગત ઓનલાઇન કાર્યાલયમાં બે પાનામાં લેખિત રજૂઆત કરી છે કે તેમણે માહિતી વિભાગના નિયામક અશોક કાલરિયા અને વિજ્ઞાપનનો હવાલો સંભાળતા નાયબ નિયામક પંકજ મોદી કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા ભાઇ છે તેમના દ્વારા સરકારી જાહેરખબરો આપવાં અનિયમિતતા અને ગરબડ ગોટાળા તથા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતે તેમણે માહિતી વિભાગ પાસેથી આરટીઆઇ એક્ટ દ્વારા માંગતા અને તેની જાણ કાલરિયા તથા પંકજ મોદી થઇ જતાં પોતાના કૌભાંડો બહાર ન પડે તે માટે કાલરિયા અને વડાપ્રધાનના ભાઇ દ્વારા તેમને અને તેમના સમગ્ર પરિવાર પર જાનનું જોખમ તોળાઇ રહ્યું છે. તેમણે પોતાની સુરક્ષાની માંગ કરીને કાલરિયા અને પંકજ મોદી સામે પગલા ભરવાની માંગ કરી છે. પરંતુ સરકારે તેમની આ અરજી કે ફરિયાદ તેમનું મરણોત્તર નિવેદન સમાન હોવાથી તેઓ આત્મવિલોપન કરવા માંગે છે એમ જમઆવીને પંડ્યાની સામે કાર્યવાહી કરવા પોલીસ અને જિલ્લા કલેક્ટર સત્તાવાળાઓને જાણ કરી છે…! એક પત્રકાર દ્વારા વડાપ્રધાનના સગાભાઇ સામે આવા ગંભીર આરોપોના કારણે મિડિયા જગતમાં અને માહિતી ખાતામાં ભારે હલચલ અને સનસનાટી મચી ગઇ છે.
ફરિયાદ કરનાર પત્રકાર ગોરાંગ પંડ્યાએ કહ્યું કે તેમણે માહિતી ખાતામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર અને ખાસ કરીને સરકારી જાહેરખબરો આપવામાં ચાલતી ગેરરીતિ અને લેતીદેતી અંગેની માહિતી આરટીઆઇ દ્વારા માંગી છે. તેમની આ આરટીઆઇની જાણ કાલરિયા અને મોદીને થઇ ગઇ છે. તેથી તેમને એવી બીક અને શંકા પણ છે કે ઉચ્ચ સ્થાને બિરાજમાન આ બે સત્તાધીશો પોતાની પોલંમપોલ બહાર ના આવે તે માટે અને તેઓ આરટીઆઇ પાછી ખોંચી લે તે માટે તેના પર દબાણ લાવવા કોઇપણ હદે જઇ શકે છે. તેમણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે કાલરિયા અને વડાપ્રધાનના સગા ભાઇના કહેવાથી પોલીસ તેમની સામે દારૂ-જુગાર કે ચરસ ગાંજાનો નાર્કોટીક્સનો ખોટો કેસ કરીને તેમને હેરાન કરી શકે છે. તેમના પર દબાણ લાવવા સ્કૂલે જતાં તેમના બાળકોનું અપહરણ કરાવી શકે છે, બજારમાં શાકભાજી વગેરે. લેવા જતા તેમના પતનીને પણ કોઇપણ રીતે હાનિ પહોંચાડી શકે છે. તેમને કોઇ માર્ગ અકસ્માતમાં મારી શકે છે અને તેમની સામે કાંઇપણ કરીને તેમનું મોઢુ બંધ કરવા કોઇપણ હદે જઇ શકે છે ત્યારે તેમને કે તેમના પરિવારના કોઇ સભ્યને જરા પણ હાનિ પહોંચે તો તે માટે કાલરિયા અને વડાપ્રધાનના સગા ભાઇ પંકજ મોદીને જવાબદાર ગણીને તેમની સામે યોગ્ય પગલા ભરવાના રહેશે. પોતાના આ નિવેદન કે રજૂઆતને પોતાનું ડાઇંગ ડિકલેરેશન એટલે કે મરણોપરાંત કાનૂની નિવેદન માનીને જો તેમને કે તેમના પરિવારમાંથી કોઇને પણ કાંઇ કોઇ અમંગળ બનાવ બન્યો તો તે માટે કાલરિયા અને પંકજ મોદી જ જવાબદાર હશે એમ માનીને તેમની સામે કાયદેસરના પગલા ભરવાની માંગણી કરી છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની આ અરજીના જવાબની જે નકલ તેમને મોકલવામાં આવી છે તેમાં સરકારે ગાંધીનગર પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને એમ કહ્યું છે અરજદાર એટલે કે હું, ગોરાંગ પંડ્યા આત્મવિલોપન કરવા માંગુ છું તેથી મને સમજાવવાનો અને મારી સામે અન્ય પગલા લેવાની જાણ જે તે સત્તાવાળાઓને કરી છે…! વાસ્તવમાં તેમણે આત્મ વિલોપનની કોઇ ધમકી આપી જ નથી. તેમણે સરકારને એવી જાણ કરી કે કાલ ઉઠીને તેમને કે તેમના પરિવારને કાંઇ થાય તો તે માટે જવાબદાર તરીકે કાલરિયા અને પંકજ મોદીને જ જવાબદાર ગણીને તેમની સામે કાયદાકીય પગલા લેવાવા જોઇએ. તેના બદલે હું આત્મવિલોપન કરવા માંગુ છુ એમ કહીને મારી સામે પગલા ભરવા અને કાલરિયા તથછા વડાપ્રધાનના ભાઇને બચાવવાનો પ્રયાસ કર્યો છે તે યોગ્ય નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓપરેશન ઊંઝા –ડો.આશા પટેલે કોંગ્રેસ છોડ્યું, હવે નીતિન પટેલ ભાજપમાં નહીં હોય તો પણ ચાલશે..!
Next articleરૂપાણી સરકારની પત્રકારોને પણ વોલ્વો ની લોલીપોપ…..!