સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંતે કહ્યુ- Thank You
(GNS),28
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યું છે. આ માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંતે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. ‘સેંગોલ’ એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે તમિલનાડુથી લાવેલા ‘રાજદંડ’ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો. વડાપ્રધાને તેને દંડવત પણ કર્યા હતા.
તમિલનાડુના સંતોનું એક જૂથ ‘સેંગોલ’ લઈને દિલ્હી પહોંચ્યું હતું. શનિવારે સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા, અને પીએમને ‘સેંગોલ’ અર્પણ કર્યું. પીએમ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 20 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા નથી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ રાષ્ટ્રપતિને તેની સ્થાપનાની ભલામણ કરી હતી.
‘સેંગોલ’ની સ્થાપનાના પ્રસંગે, 60 ધાર્મિક ધર્મગુરૂઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના તમિલનાડુના છે. તેઓ ધર્મને જન જન સુધી લઈ જવા માટે જાણીતા છે. તેમાંથી ઘણાની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ છે. એવું કહેવાય છે કે ‘સેંગોલ’ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ અંગ્રેજો પાસેથી મેળવ્યું હતું. અત્યાર સુધી તેને અલ્હાબાદ સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવતું હતું. હવે તેને પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં લોકસભા સ્પીકરની પાસે લગાવ્યું છે.
કોંગ્રેસે ભાજપના દાવાને ફગાવી દીધો કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ પલટવાર કર્યો કે કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે. અમિત શાહે કોંગ્રેસના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં પાર્ટીનો દાવો છે કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હોવાના કોઈ પુરાવા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.