Home દેશ - NATIONAL PM મોદી 2024ની લોકસભાની ચૂંટણી તમિલનાડુથી લડે તેવી સંભાવના

PM મોદી 2024ની લોકસભાની ચૂંટણી તમિલનાડુથી લડે તેવી સંભાવના

29
0

(GNS),14

દક્ષિણ ભારતમાં BJP માટે હમેશા મુશ્કેલી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદી 2024ની ચૂંટણી તમિલનાડુથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત છે. ગૃહ મંત્રી અમિત શાહે તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની આ સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા અને UPના વારાણસી ખાતેની બન્ને બેઠક જીતી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે PM મોદીએ પોતાની દેશવ્યાપી લોકચાહના દર્શાવી હતી. તેમણે બીજી વખત પણ વારાણસીથી લોકસભાની ચૂંટણી જીતી હતી. રાજ્યોમાં નરેન્દ્ર મોદી લોકસભા લડી રહ્યા હોવાથી BJPને મોટો ફાયદો થયો હતો. PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વારાણસીની કરેલી કાયાપલટ પણ ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે. છેલ્લા પાંચ દશકોથી તમિલનાડુના રાજકરણ ઉપર ડીએમકે અને એઆઈડીએમકેનું સૌથી પ્રભાવી રહ્યા છે. અન્ય કોઇપણ રાષ્ટ્રીય પક્ષને સ્થાનિક પક્ષ સાથે જ હાથ મિલાવી ચૂંટણી લડવી પડે છે. આ સ્થિતિમાં PM મોદી તમિલનાડુથી ચૂંટણી લડે તો ભાજપને બહુ મોટો ફાયદો થઇ શકે છે.

અમિત શાહે બંધ બારણે થયેલી બેઠકમાં તમિલ PM બને કે આગામી PM તમિલનાડુમાંથી આવશે એ પ્રકારની વાત કરી છે. આ અંગે ત્યારે કોઈ સ્પષ્ટ ચર્ચા નથી પણ એટલું ચોક્કસ છે કે અગામી લોકસભાની ચૂંટણીમાં તમિલનાડુંમાંથી ભાજપ સૌથી વધુ બેઠક જીતનાર બને એ માટે તમામ પ્રયત્નો થઇ રહ્યા છે. તમિલ લોકો માટે રજનીકાંત એક મોટું ગૌરવ છે. ચર્ચા છે કે ભાજપ લોકચાહના ધરાવતા સુપરસ્ટારની મદદ પણ મેળવી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક લોકો માટે ગૌરવ ગણાતા અન્ય ક્ષેત્રના મોટા ચહેરા, અને સિદ્ધિ મેળવનાર લોકો સાથે BJPએ અત્યારથી સંપર્ક શરુ કરી વડાપ્રધાન માટે યોગ્ય બેઠક ગોતવાની શરુ કરી દીધી છે. તમિલનાડુમાં 39 લોકસભાની સીટો છે. વર્ષ 2014માં ભાજપને બે અને 2019માં એકપણ બેઠક BJPને મળી હતી નહીં.

કેરળમાં હિન્દુત્વવાદ અને તમિલનાડુમાં સ્થાનિક ભાષા, સંસ્કૃતિ અને તેના ગૌરવને વધુ પ્રાધાન્ય આપી BJPએ હાલથી 2024ની ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે. એપ્રિલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાયો હતો. આ પછી નવા સંસદ ભવનમાં PMએ ‘સેન્ગુલ’ના પ્રતિકની સ્થાપના કરી તેને દેશની આઝાદીના પ્રતિક તરીકે ગણાવવામાં આવ્યું હતું. અમિતશાહે તમિલનાડુમાં કહ્યું હતું કે, તમિલ વ્યક્તિ કે તમિલનાડુથી વિજય મેળવનાર PM બને એવુ નિવેદન આપી, આ નિવેદન અંગે તમિલનાડુના CM સ્ટાલીને જણાવ્યું હતું કે તેમને કોઈ તમિલ વ્યક્તિ વડાપ્રધાન બને એ ગમશે પણ અમિતશાહ કેમ નરેન્દ્રમોદીનો વિરોધ કરી રહ્યા છે. જોકે રાજકીય પંડિતો માને છે કે અમિતશાહ વડાપ્રધાન નરેન્દ્રમોદી તમિલનાડુથી આગામી ચુંટણી લડે અને ૨૦૨૪માં ફરી દેશના વડાપ્રધાન બને એવો સંકેત આપી રહ્યા હતા. તમિલનાડુના રાજકીય નેતાઓ અમિતશાહે કરેલી વાતનું યોગ્ય અર્થઘટન કરી શક્યા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાઈજરમાં નદીમાં બોટ પલટી, 100 ના મોત
Next articleસરકાર બિપરજોય સામે ટકી રહેવા તૈયાર : હવામાન વિભાગ