Home દેશ - NATIONAL PM મોદીએ સાઉથના એક્ટર સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં આપી હાજરી

PM મોદીએ સાઉથના એક્ટર સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં આપી હાજરી

32
0

(જી.એન.એસ),તા.૧૮

સાઉથના જાણીતા એક્ટર અને બિગ શોટ પોલિટિશિયન સુરેશ ગોપી ખૂબ જ ખુશ છે. કેમ ના હોય! દીકરીના લગ્ન થઈ ગયા છે. અભિનેતાએ 17 જાન્યુઆરીએ કેરળમાં યોજાયેલા પુત્રી ભાગ્યાના લગ્નના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ લગ્નમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. સેલિબ્રેશનની કેટલીક કેન્ડિડ મોમેન્ટ્સ શેર કરી છે. ફોટાના કેપ્શનમાં લખ્યું છે – મારા બાળકોના લગ્ન ગુરુવાયુર મંદિરમાં થયા. વડાપ્રધાને આવીને બંનેને આશીર્વાદ આપ્યા છે કે, તે મારા માટે સૌભાગ્યની વાત રહી છે. તમે તમારી ભાગ્યા અને શ્રેયસને તમારી પ્રાર્થનામાં જરૂર રાખો.  

તમને જણાવી દઈએ કે સુરેશ ગોપીની દીકરી ભાગ્યાએ બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યાર સુધીના આ સૌથી ભવ્ય લગ્ન છે. સુરેશ ગોપીની વાત કરીએ તો તેઓ રાજકારણી હોવા ઉપરાંત સાઉથના જાણીતા અભિનેતા પણ છે. સુરેશે માત્ર મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. સુરેશ વ્યવસાયે પ્લેબેક સિંગર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત અભિનેતાએ ટીવી હોસ્ટ બનીને ઘણી વખત બધાનું મનોરંજન કર્યું છે. સુરેશ ગોપીએ 1965માં રીલિઝ થયેલી ફિલ્મ Odayil Ninnuથી અભિનયની શરૂઆત કરી હતી. વર્ષો વીતી ગયા અને સુરેશ અત્યાર સુધીમાં 250થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનો વિકાસ દર 7 ટકા રહેવાની અપેક્ષા : રિઝર્વ બેંકના ગવર્નર
Next articleભારતીય રેલવે વર્ષ ૨૦૨૪માં 70 જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે