Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી PMના પ્રવાસ પહેલા 1000 કિલો વિસ્ફોટક મળતા દૌસાથી દિલ્હી સુધીની સુરક્ષા એજન્સીઓ...

PMના પ્રવાસ પહેલા 1000 કિલો વિસ્ફોટક મળતા દૌસાથી દિલ્હી સુધીની સુરક્ષા એજન્સીઓ અલર્ટ

73
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરીએ રાજસ્થાનના દૌસા જિલ્લાની મુલાકાત લે…પરંતુ તે પહેલા જ દૌસામાંથી 1000 કિલો વિસ્ફોટકો મળી આવતા હડકંપ મચી ગયો છે. અહીં સફેદી બોરીઓમાંથી 1000 કિલો વિસ્ફોટક મળી આવ્યા. આટલા મોટા પાયે જે વિસ્ફોટકો મળી આવ્યા છે તેનાથી કોઈ પણ શહેરને ધડાકાઓથી હચમચાવી શકાય છે. અત્રે જણાવવાનું કે વિસ્ફોટકોની આ મોટી ખેપને રાજસ્થાનના દૌસાથી પોલીસે પકડી છે. પીએમ મોદી આગામી 12 ફેબ્રુઆરીએ દૌસાની મુલાકાત લેવાના છે એટલે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવતા પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા છે.

દૌસા પોલીસને કલેક્ટ્રેટથી માત્ર 500 મીટરના અંતરે એક સંદિગ્ધ ગાડી પેટ્રોલિંગ દરમિયાન દેખાઈ હતી. પોલીસે જ્યારે ગાડી થોભાવી તો તેનો ડ્રાઈવર ગભરાઈ ગયો. ત્યારબાદ જ્યારે પોલીસે તે ગાડીની તલાશી લીધી તો તેમાંથી 65 ડેટોનેટર અને 40 પેટી બારૂદ મળી આવ્યા. દૌસાથી મળી આવેલા વિસ્ફોટકોનું કુલ વજન લગભગ 1000 કિલો છે. વિસ્ફોટકો સાથે પકડાયેલા આરોપીથી પોલીસ કડકાઈથી પૂછપરછ કરી રહી છે અને એ ભાળ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ગેરકાયદેસર વિસ્ફોટકોનો આ બિઝનેસ તે ક્યારથી કરી રહ્યો છે.

ક્યાંક સપ્લાય થવાના હતા વિસ્ફોટકો? તે જાણો.. દૌસા પોલીસ આરોપીની એ પણ પૂછપરછ કરી ર હી છે કે વિસ્ફોટકોને ત્યાં ક્યાં ક્યાં સપ્લાય કરે છે. અત્રે જણાવવાનું કે પિકઅપ વાનના ડ્રાઈવર રાજેશ મીણા વિરુદ્ધ વિસ્ફોટકોને ગેરકાયદેસર રીતે કબજામાં રાખવાના અને ટ્રાન્સપોર્ટ કરવાના આરોપમાં મામલો નોંધવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે દૌસા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 12 ફેબ્રુઆરીનો પ્રવાસ નિર્ધારિત છે. જેને ધ્યાનમાં લેતા દૌસાથી દિલ્હી સુધીની સુરક્ષા એજન્સીઓ અલર્ટ છે. આ બધા વચ્ચે દૌસા પોલીસ મથકે મોટી કાર્યવાહી કરી છે અને 1000 કિલો વિસ્ફોટકો જપ્ત કરી લીધા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસર્વાઈકલ કેન્સરની રસી આ મહિનાથી જ માર્કેટમાં મળતી થઈ જશે?..શું હશે કિંમત?..જાણો
Next articleઅજીત ડોભાલ રશિયા પહોંચ્યા, પુતિન સાથે મુલાકાત કરી, આ મુદ્દે ચર્ચા થઈ