Home ગુજરાત PGVCLની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સૌરાષ્ટ્રના વિવિધ શહેરમાં સપાટો બોલાવ્યો, કુલ 82...

PGVCLની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સૌરાષ્ટ્રના વિવિધ શહેરમાં સપાટો બોલાવ્યો, કુલ 82 કરોડ રુપિયાની વીજચોરી ઝડપાઈ

33
0

(GNS),28

ગુજરાતના ઘણા જિલ્લામાં માથાભારે તત્વો મોટાપાયે વીજચોરી કરતા હોય છે. ભાવનગર, જામનગર, અમરેલી અને દેવભૂમિદ્વારકામાંથી છાશવારે વીજ ચોરી ઝડપાતી હોય છે. સૌરાષ્ટ્રમાં વીજચોરોને PGVCLએ ઝટકો આપ્યો છે. વ્યાપક વીજચોરીનો ખુલાસો થતા PGVCLની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સૌરાષ્ટ્રના વિવિધ શહેરમાં સપાટો બોલાવ્યો હતો. સૌરાષ્ટ્રના ત્યારે PGVCL અને જૂનાગઢ પોલીસના 3 ડિવિઝનના જવાનોની 10થી વધુ ટીમેએ કુખ્યાત તત્વોના ઘરે ચેકિંગ હાથ ધર્યું હતુ. આ કાર્યવાહી દરમિયાન PGVCLએ 21 જેટલા ગેરકાયદે વીજ કનેક્શન થકી લાખો રૂપિયાની થતી વીજ ચોરી ઝડપી પાડી છે. PGVCLની ટીમો દ્વારા લિસ્ટેડ બુટલેગર, નાસતા-ફરતા ગુનેગારો અને હિસ્ટ્રીશીટર ગુનેગારો પર સકંજો કસાયો હતો. કેટલાક વિસ્તારો અત્યંત ગીચ હોવાથી ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી.

ડ્રોન કેમેરાની મદદથી મળેલા વિઝ્યુઅલ્સના આધારે પણ કેટલાક ગેરકાયદે વીજ કનેક્શન મળી આવ્યા હતા. ગુજરાતની ચારેય વીજકંપનીઓમાં પીજીવીસીએલમાં સૌથી વધારે 16 ટકા વીજ લોસ છે. જેને લઈ પીજીવીસીએલ દ્રારા સમયાંતરે વીજચોરો સામે કડક ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વીજ ચોરીમાં સામેલ લોકોને આકરો દંડ પણ ફટકારવામાં આવે છે. છેલ્લા 4 મહિનામાં સૌરાષ્ટ્રના વિવિધ સર્કલમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. જેમાં ભાવનગરમાં સૌથી વધારે 15 કરોડની વીજ ચોરી પકડાઈ છે. તો રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી મળીને વીજ ચોરીનો આંકડો 14 કરોડને પાર થઈ જાય છે. તો સુરેન્દ્રનગરમાંથી 9 કરોડ, જૂનાગઢ અને પોરબંદરથી 6-6 કરોડની વીજ ચોરી પકડાઈ. જ્યારે મોરબી અને અમરેલી જિલ્લામાં 5-5 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field