Home દેશ - NATIONAL Paytm પેમેન્ટ બેંકના ડિરેક્ટરે આપ્યું રાજીનામું

Paytm પેમેન્ટ બેંકના ડિરેક્ટરે આપ્યું રાજીનામું

28
0

(જી.એન.એસ),તા.૧૨

મુંબઈ,

Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ Paytm પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે Paytm પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયેલી માહિતી અનુસાર, મંજુ અગ્રવાલ જે પેટીએમ પેમેન્ટ બેંકના ડિરેક્ટર હતા. તેમણે 1 ફેબ્રુઆરીએ બોર્ડને પોતાનું રાજીનામું આપી દીધુ હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે RBI દ્વારા પ્રતિબંધના કારણે મંજુ અગ્રવાલે રાજીનામું આપ્યું છે. હકીકતમાં, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.  

આ માટે આરબીઆઈએ કંપનીને 29મી ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. Paytm પેમેન્ટ્સ બેંકના ડિરેક્ટરે રાજીનામું આપ્યું, કંપનીએ પુષ્ટિ કરી અગાઉ, ભારત સરકારે આ કંપનીના ચીન સાથેના સંબંધોની પણ તપાસ કરી હતી. સરકારે Paytm પેમેન્ટ બેંકમાં ચીનના વિદેશી રોકાણની તપાસ શરૂ કરી છે. ગયા સપ્તાહની શરૂઆતમાં, કંપનીએ તેના ઈ-કોમર્સ બિઝનેસનું નામ પણ બદલી નાખ્યું હતું. Paytm ઈ-કોમર્સનું નામ બદલીને Pai Platforms રાખવામાં આવ્યું. આ સાથે, કંપનીએ ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે બિટસિલાને હસ્તગત કરી છે. વાસ્તવમાં આરબીઆઈના નિર્ણય બાદ પેટીએમમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ કંપનીમાં વધુ ફેરફાર થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે બેંકમાં નોકરી કરવાં તમારો CIBIL સ્કોર ચેક કરવામાં આવશે
Next articleસરકારી કંપની ITI એ રોકાણકારોને બે ગણું રિટર્ન આપ્યું