(જી.એન.એસ),તા.૧૬
કોલકાતા,
કોલકાતાની સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ટોળા દ્વારા સ્થળ પર તોડફોડ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે જાહેરાત કરી કે તે વિરોધ કરશે. 17 ઓગસ્ટ (શનિવાર) ના રોજ સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે બિન-ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે. મેડિકલ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને ઇમરજન્સી વોર્ડમાં મેડિકલ કાર્ય પણ ચાલુ રહેશે. IMAએ કહ્યું કે, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) માં સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે નહીં.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં આચરવામાં આવેલા જઘન્ય અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ (બુધવારની રાત્રે) દેખાવકારો દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે IMAએ શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવાર (18 ઓગસ્ટ)ના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરના એલોપેથી ડૉક્ટરોની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. હોસ્પિટલમાં તોડફોડની નિંદા પણ કરી જે વિશે જણાવીએ, તો તેમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરો, ખાસ કરીને મહિલાઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. IMAએ પણ કોલકાતાની હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી છે.
ગોવાના ડોકટરો ઓપીડી બંધ રાખશે જે વિશે જણાવીએ, કોલકાતામાં એક ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં અને આ કેસમાં ઝડપી ન્યાયની માગણી કરવા માટે ગોવામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના 1,000 થી વધુ ડૉક્ટરો આવતીકાલે (17 ઑગસ્ટ) સવારથી 24 કલાક માટે OPDમાં સેવા નહી આપે. આ દરમિયાન ઓડિશાના કટક જિલ્લાની સરકારી SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓએ આરોગ્ય સેવાઓને અસર કરતા આ મુદ્દે કામનો બહિષ્કાર કર્યો હતો. IMAની ગોવા શાખાના પ્રમુખ ડૉ. સંદેશ ચોડંકરે જણાવ્યું હતું કે, એક હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર રહેશે અને આ રાજ્યવ્યાપી વિરોધમાં જોડાવા માટે હોસ્પિટલોના સહાયક કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.