(GNS),28
સતત પાંચ ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમારને ઓહ માય ગોડ 2 પાસે ઘણી આશાઓ છે. ડૂબતી કરિયરને બચાવવામાં OMG 2 મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે, પરંતુ સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક દૃશ્યો અને ડાયગોલ્સ સામે વાંધો ઊઠાવ્યો છે. ફિલ્મમાં ૨૦ કટ્સ સાથે એડલ્ટ સર્ટિફિકેટ આપવાની સેન્સર બોર્ડની તજવીજે અક્ષય કુમારની આ ફિલ્મને સંકટમાં મૂકી છે. ફિલ્મમાંથી ઉજ્જૈન મહાકાલ મંદિરના દૃશ્યો દૂર કરવાની માગણી ઊઠી છે. મંદિરના પૂજારીઓની માગણી છે કે, ફિલ્મમાંથી મંદિરના દૃશ્યો દૂર ન થાય તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ભગવાન શિવ અને ભક્ત વચ્ચેના સંબંધોને OMG 2માં રજૂ કરવામાં આવ્યા છે. મહાકાલ મંદિર સહિત ઉજ્જૈનમાં વિવિધ લોકેશન્સ પર ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ અક્ષય કુમારે ભગવાન શિવનો રોલ કર્યો હોય તેમ જણાય છે. ભગવાન અને શ્રદ્ધાની વાત હોય તેવી ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ અપાય તો નક્કી તેમાં આપત્તિજનક દૃશ્યો હોવા જોઈએ તેવું પૂજારીઓ માને છે. તેથી તેમણે મહાકાલ મંદિરના દૃશ્યો અને અપશબ્દો દૂર કરવા માગણી કરી છે. ફિલ્મના કારણે મહાકાલની નગરીની પ્રતિષ્ઠા ખરડાતી હોય તેવું લાગશે તો અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને ફિલ્મના પ્રોડ્યુસર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ૨૦૧૨ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓહ માય ગોડની સીક્વલ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મનું પહેલું સોન્ગ ઊંચી ઊંચી વાદી અગાઉ રિલીઝ થયું હતું. ઓડિયન્સને તે પસંદ આવ્યું હતું. ૨૭મીએ ફિલ્મનું બીજું સોન્ગ હર હર મહાદેવ શેર થયું છે. વિક્રમ મોન્ટરોઝના અવાજમાં તૈયાર થયેલા આ ગીતને શેખર અસ્તિત્વએ લખ્યું છે. મ્યૂઝિક વીડિયોમાં અક્ષય કુમારને સંખ્યાબંધ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે જોઈ શકાય છે. અક્ષય કુમારે તેમાં ભગવાન શિવના કેરેક્ટરમાં તાંડવ નૃત્ય કર્યું છે. અક્ષય કુમારનું આ તાંડવ નૃત્ય ફિલ્મ સામે શરૂ થઈ રહેલા વિરોધને ધીમો પાડી શકે છે કે કેમ તે જોવું રહ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.