(જીએનએસ: હર્ષદ કામદાર)
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા અંગે ઉગ્રતાથી વિરોધ થઈ રહ્યો છે. તો આ વિરોધ સંસદથી સડક સુધી પહોંચી ગયો છે. જેએનયુ અને જામિયા સહિતની યુનિવર્સિટીમાં થયેલા વિરોધને સરકારે નગણ્ય કરતા દેશ ભરમા આજની સ્થિતિ ઊભી થવા પામી છે. ત્યારે ભાજપા પોતાના બચાવ માટે આ લોક વિરોધને કોંગ્રેસનું કાવતરું ગણાવે છે. ભાજપાએ કોંગ્રેસ નાગરિકતા કાયદા અંગે જૂઠાણું ચલાવી મુસ્લિમોને ભડકાવી રહી છે તેવો આક્ષેપ કરે છે. ત્યારે ભાજપાની આ વાત લોકો સ્વીકારતા નથી. કારણ કે ભાજપના સાથી પક્ષો જ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. અને સરકારની નીતિઓ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આસામ ગણ પરિષદના વડા પ્રફુલકુમાર મહંતોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે અમે નાગરિકતા સુધારા કાયદા ની તરફેણમાં મત આપીને મોટી ભૂલ કરી છે. તે સાથે આસામમાં ભાજપા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની પણ ધમકી આપી છે. તો જેડીયુએ આ કાયદાની તરફેણમાં મત આપ્યો છે પરંતુ પક્ષના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે તેનો ભારે વિરોધ કર્યો છે. જેડીયુના અનેક નેતાઓએ નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરવામા નહીં આવે તેવી જાહેરાત કરી છે. ઓડિસામાં બિજુ જનતાદળ આ કાયદાનો અમલ કરવામાં નહીં આવે એવું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ત્યારે તામિલનાડુમાં ભાજપના સહયોગી અન્નાદ્રમુક પક્ષમાં પણ ટેકો આપવા બાબતે મતભેદો ઊભા થયા છે. તો એનઆરસી મુદ્દે ભાજપના સાથી પક્ષો એક પછી એક સાથ છોડી રહ્યા છે. ત્યારે બિહારમાં લોકોના આક્રોશને સમજી જઈને જનતાદળ યુનાઇટેડના વડા નીતિશ કુમારે પણ બિહારમા NRC નો અમલ નહીં કરવાની સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે. એટલે કે નીતીશ કુમારનો પક્ષ જેડીયુ બિહાર સરકારમાં ભાજપના નો ભાગીદાર પક્ષ છે. ત્યારે શું નીતીશકુમારે એનઆલસીનઃ વિરોધની સ્પષ્ટતા કર્યા પછી ભાજપે બિહારમાં નીતીશ સરકાર સાથેની ભાગીદારી છોડી દેવા તૈયાર થશે ખરો….? જો ભાજપા નૈતિકતાના ધોરણે બિહાર સરકારમાં ભાગીદારી નહીં છોડે તો ભાજપા સત્તા લાલચુ છે તેવું ફલિત થવા સાથે લોકોમાં પણ ભાજપા સત્તાલાલચુ હોવાનો સંદેશો ફરી વળશે….!!
દેશભરમાં નાગરિકતા કાયદા સામે જે પ્રકારે લોક વિરોધ ઝંઝાવાત બન્યો છે તે હવે વધુ વિસ્તારોમાં દાવાનળ રૂપે ફરી વળે તે પહેલા કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદાને પરત ખેચી લેવા તૈયાર થશે કે કેમ….?તેવો સવાલ આમ પ્રજામા ગુજવા લાગ્યો છે… કારણ દેશના હિતમાં આ કાયદો પરત ખેચવો જરૂરી છે. લોકોનો દેશભરમાં નાગરિકતા કાયદા સામે ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સીએબી અને એનઆરસી મુદ્દો શું છે તે દરેક લોકોએ સમજવાની જરૂર છે. અત્યારે દેશભરમાં આ મુદ્દો રાજકીય બની ગયો છે. CAB કાયદાથી ભારતની આજુબાજુના દેશના નોન મુસ્લિમ લોકો ભારતમાં આવી શકે છે. ૧૯૫૫ માં આ બીલ આવેલું જેથી આજુબાજુના દેશમાંથી હિંદુ, શિખ,ઈસાઈ સહિત અનેક લોકો ભારતમાં આવી ગયા છે. અને તેમને ભારતનું નાગરિકત્વ મળ્યું છે. જેમાં એલ કે અડવાણી, ભાજપના મુખ્યમંત્રી બિપલ્વ દેવ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યમંત્રી ખટ્ટર સહિત અનેક લોકો ભારતમાં આવ્યા છે. દેશમાં 85 ટકાથી વધુ હિંદુ છે, જ્યારે લઘુમતીઓમાં જૈન,શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વગેરે ૧૪ ટકા જેટલા છે. અને આ બધા સહિત દેશભરના ગરીબ, મજૂર, મધ્યમ વર્ગ-અપર મધ્યમ વર્ગ સહિતના લોકો 21 જાતના વિવિધ ટેક્સ ભરે છે. ઉપરાંત સરકારને દર મહિને લગભગ બે લાખ કરોડ જીએસટીની આવક તે અલગ…
દેશમાં CAB લાવશે તો NRC લાવવુ પડશે.એનઆરસી એટલે નોન રિપબ્લિકન કન્ટ્રી.અને તેનો ગુજરાતી અનુવાદ થાય બિનલોકશાહી દેશ. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ભારત બિન લોકશાહી દેશ તો નહીં બની જાયને….? અને આ વાતથી જ ભારતભરમાં લોકો ભડક્યા છે અને વિવિધ રૂપે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હવે એન.આર.સી લાગુ થાય તો સરકાર ઈચ્છે તો તમારું રજીસ્ટ્રેશન થાય બાકી તમે રજીસ્ટ્રેશન કરાવો તો પણ તમને તેમાં સ્થાન નહીં મળે. તમારે ભારતીય હોવાના પુરાવા આપવા તમારા બાપ, દાદા, પર દાદા, નાના વગેરેના દસ્તાવેજો આપવા પડશે અને તે આપવા લાઈનો લગાવવી પડશે. મતલબ આ રાજનીતિ છે લાઇનમાં ઊભા રાખીને અન્ય સળગતા પ્રશ્નો ભુલાવવાની……! આધારકાર્ડ માટે લાઈનો લગાવવી પડી, અને બધે લિંક કરાવવા લાઇનોમાં ઊભા રહેવું પડયું. જે ઘટના 2014ની છે- જે તમને યાદ હશે….! મતલબ લોકોએ 5 વર્ષ ગુમાવવા પડ્યા…. ત્યારે હવે એનઆરસી મુદ્દે તો દેશના તમામ હિન્દુઓએ પણ તમે ભારતમાં જન્મેલા છો, તમારા માતા- પિતા, દાદા, નાના ભારતનાજ હતા તેના પુરાવા તમારે જ આપવા પડશે. તો પડોશી દેશમાંથી આવેલાઓને સરકાર સીધાજ ભારતનુ નાગરિકત્વ આપી દેશે….. જો કુદરતી આપત્તિ કે હોનારતમાં તમારા દસ્તાવેજો ગુમ થયા હોય તો…. ક્યાંથી લાવશો…..? ભારતનાજ હોવાના પુરાવામાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડના પુરાવા નહીં ચાલે. કેન્દ્ર સરકાર એનઆરસી માટે એક રાજ્ય પાછળ રૂપિયા ૭૦ હજાર કરોડ (સિતેર હજાર કરોડ)નો ખર્ચ કરશે. તો દેશભરમાં આપણા 33 રાજ્યો છે. બે રાજ્યો કેન્દ્ર સરકાર હસ્તક છે.એટલે ટોટલ કેટલા રૂપિયા ખર્ચ થશે…..? તમને ગણતા આવડે તો ગુણાકાર કરી લેજો. તમારે ભારતીય હોવાના તમામ પુરાવા માટે ખર્ચ કરવાનો છે. જે ભારતના દરેક લોકોએ વ્યક્તિ દીઠ કરવાનો છે. ટૂંકમાં લોકો સરકારને અનેક પ્રકારના ટેક્સ ચૂકવે છે પણ આ પૈસા ક્યાં જાય છે તે પૂછવાનો તમને અધિકાર નથી…..! તો દેશમાં તમારા સળગતા જરૂરી પ્રશ્નો ભુલાવવા માટે આ NRC અગત્યનો છે. તે વાત સમજવી દરેક માટે જરૂરી છે….!!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.