(જી.એન.એસ) તા. 27
નવી દિલ્હી/જમ્મુ,
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગૃહ મંત્રાલય (MHA)એ આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ NIA ટીમ પહેલાથી જ પહેલગામમાં હાજર હતી અને હુમલા પછી સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, NIA ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી આ કેસ સંબંધિત પ્રારંભિક તપાસ અહેવાલ (FIR), કેસ ડાયરી, પુરાવા અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો લેશે, જેથી રાષ્ટ્રીય સ્તરે તપાસને આગળ ધપાવી શકાય. પહેલા, શરૂઆતની તપાસ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હુમલાની ગંભીરતા અને તે એક મોટું કાવતરું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવે તેને કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલો આ હુમલો સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. શરૂઆતના અહેવાલો અનુસાર હુમલામાં વિદેશી આતંકવાદીઓની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. NIA હુમલામાં સામેલ આતંકવાદી મોડ્યુલ, સ્થાનિક નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલની ભૂમિકાની પણ નજીકથી તપાસ કરશે.
NIA ની ટીમ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા અથવા શંકાસ્પદ વ્યક્તિઓની પણ સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી હુમલા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ડિજિટલ પુરાવા, કોલ ડેટા રેકોર્ડ્સ (CDR), સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને સરહદ પારના આતંકવાદી નેટવર્કની પણ તપાસ કરશે.
ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય 14 સ્થાનિક આતંકવાદીઓની યાદી તૈયાર કરી, આ સ્થાનિક આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓના મજબૂત સમર્થક છે. તેઓ સ્થાનિક સ્તરે માત્ર ટેકો અને લોજિસ્ટિકલ મદદ જ પૂરી પાડતા નથી, પરંતુ આતંકવાદીઓને આશ્રય અને સંસાધનો પણ પૂરા પાડે છે.
આ સમગ્ર મામલે સૂત્રો થકી મળેલ માહિતી અનુસાર, સૌ પ્રથમ, આ સ્થાનિક આતંકવાદીઓ પર કડક એક્શન લેવામાં આવશે. આ આતંકવાદીઓને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમના ઘરોને તોડી પડાશે. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. શનિવારે પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો IED વિસ્ફોટોથી તોડી પાડવામાં આવ્યા હતા.
આ 14 સ્થાનિક આતંકવાદીઓ નિશાના પર છે:-
આતંકવાદી નંબર-1
આદિલ રહેમાન તે લશ્કર-એ-તૈયબા (LeT) નો સોપોર કમાન્ડર છે. તે 2021થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સોપોરમાં લશ્કરનો જિલ્લા કમાન્ડર પણ એક કમાન્ડર છે. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. કાં તો તેને મારી નાખવામાં આવશે અથવા તેના ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવશે.
આતંકવાદી નંબર- 2
આસિફ અહેમદ શેખ. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) નો આતંકવાદી છે અને અવંતિપુરાનો જિલ્લા કમાન્ડર છે. તે 2022થી સતત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
આતંકવાદી નંબર- ૩
એહસાન અહેમદ શેખ. તે પુલવામામાં સક્રિય છે. તે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. 2023 થી સતત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે. ટૂંક સમયમાં તેનો ખાતમો થઇ જશે અથવા તેનું ઘર જમીનદોસ્ત થઈ જશે.
આતંકવાદી નંબર- 4
હરીશ નઝીર. તે પુલવામાનો આતંકવાદી છે. તે લશ્કર-એ-તૈયબામાં સક્રિય આતંકવાદી છે. સુરક્ષા દળોના રડાર પર છે.
આતંકવાદી નંબર- 5
આમિર નઝીર વાની. તે પુલવામામાં પણ સક્રિય આતંકવાદી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ છે.
આતંકવાદી નંબર-6
યાવર અહેમદ ભટ્ટ પુલવામામાં સંપૂર્ણપણે સક્રિય છે અને તે JEM આતંકવાદી છે.
આતંકવાદી નંબર- 7
આસિફ અહેમદ કાંડે. તે શોપિયાનો આતંકવાદી છે. જુલાઈ 2015 માં, તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો. હાલમાં તે એક સક્રિય આતંકવાદી તરીકે કામ કરી રહ્યો છે અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહ્યો છે.
આતંકવાદી નંબર- 8
નસીર અહેમદ વાની. તે શોપિયામાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે લશ્કર-એ-તૈયબાનો સક્રિય આતંકવાદી છે. આનાથી પાકિસ્તાની આતંકવાદીઓને ઘણી મદદ મળે છે.
આતંકવાદી નંબર- 9
શાહિદ અહેમદ કુટે. તે ફક્ત શોપિયામાં જ સક્રિય છે. તે લશ્કર અને ટીઆરએફનો મોટો આતંકવાદી છે. 2023 થી આ ક્ષેત્રમાં સક્રિય.
આતંકવાદી નંબર- 10
આમિર અહેમદ ડાર. તે એક સ્થાનિક આતંકવાદી છે. 2023 થી શોપિયામાં સક્રિય. તે લશ્કર-એ-તૈયબા અને TRF સાથે મળીને કામ કરી રહ્યું છે. તે વિદેશી આતંકવાદીઓનો મોટો સમર્થક છે.
આતંકવાદી નંબર- 11
અદનાન સફી દાર. તે શોપિયાન જિલ્લાનો સક્રિય આતંકવાદી છે. ૨૦૨૪ માં એક આતંકવાદી સંગઠનમાં જોડાયો. લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફ સાથે સક્રિય રીતે કામ કરી રહ્યો હતો. પાકિસ્તાની હેન્ડલરની માહિતી આતંકવાદીઓને આપે છે.
આતંકવાદી નંબર- 12
ઝુબૈર અહેમદ વાની. તે અનંતનાગમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ઓપરેશનલ કમાન્ડર છે. તે એક સક્રિય A+ આતંકવાદી છે. તે આતંકવાદીઓના મદદગાર તરીકે વ્યાપકપણે કામ કરે છે. સુરક્ષા દળો પરના હુમલાઓમાં તેનું નામ ઘણી વખત સામે આવ્યું છે. આ આતંકવાદી 2018 થી સક્રિય છે.
આતંકવાદી નંબર- 13
હારૂન રશીદ ગની. તે અનંતનાગનો હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય આતંકવાદી છે. સુરક્ષા દળો તેને શોધી રહ્યા છે. થોડા વર્ષો પહેલા તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ગયો હતો, જ્યાંથી તેણે તાલીમ મેળવી હતી.
આતંકવાદી નંબર- 14
ઝુબૈર અહેમદ ગની. તે કુલગામનો એક મોટો આતંકવાદી છે. લશ્કર-એ-તૈયબામાં જોડાઈને, તે સતત સુરક્ષા દળો પર હુમલાઓ અને લક્ષિત હત્યાઓમાં સામેલ છે. ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ સાથે પણ સંકળાયેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.