Home ગુજરાત ઉત્તર ગુજરાત NEET UG – 2024પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી...

NEET UG – 2024પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા ગુજરાત સરકારનો નિર્ણય

35
0

(જી. એન. એસ) તા. 23

ગોધરા/ગાંધીનગર,

NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે.
આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.

આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભેળસેળ વાળું ઘી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
Next articleઆજ નું પંચાંગ (25/06/2024)