Home દેશ - NATIONAL દક્ષિણ મુંબઈમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં આગની ઘટના

દક્ષિણ મુંબઈમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં આગની ઘટના

30
0

ઇડીની ઓફિસમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસોની તપાસ ચાલી રહી છે

(જી.એન.એસ) તા. 27

મુંબઈ,

દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં ભીષણ આગ લાગવાણી ઘટના બની હતી, ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 1 થી 2 કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.

આ મામલે અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને રાત્રે લગભગ 2:31 વાગ્યે બહુમાળી કૈસર-એ-હિન્દ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી હતી. જેમાં ઇડીની ઓફિસ કરીમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી છે.

આગ ઓલવવા માટે 8 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે 6 જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર, એક રેસ્ક્યુ વેન, એક ક્વિક રિસ્પોન્સ વાહન અને 108 સેવાની એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આગ પાંચ માળની ઇમારતના ચોથા માળ સુધી સીમિત છે. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની ઘટના અંગે ઇડી દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તે જ સમયે, આ આગને કારણે હાઇ પ્રોફાઇલ કેસોના દસ્તાવેજોને કેટલું નુકસાન થયું છે. આ પણ જોવા જેવી બાબત હશે.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લગભગ 2.31 વાગ્યે લાગી હતી. તેમને માહિતી મળી કે કુરીભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી બહુમાળી કૈસર-એ-હિંદ ઈમારતમાં આગ લાગી છે. આ પછી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને 1 થી 2 કલાકની અંદર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.