(જી.એન.એસ) તા. 17
બેંગલુરુ,
કોંગ્રેસના સિનિયર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એવા સિદ્ધારમૈયા માટે હવે તકલીફોમ મોટો વધારો થવા જવાનો છે કેમ કે, MUDA જમીન કૌભાંડ કેસમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્યકર્તા ટીજે અબ્રાહમે રાજ્યપાલને મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણીના કેસમાં મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે આરટીઆઈ કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યપાલે અબ્રાહમને શનિવારે બપોરે 3 વાગ્યે એપોઈન્ટમેન્ટ આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજભવન તરફથી હજુ સુધી કાર્યવાહીની મંજૂરી અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર MUDA દ્વારા અધિગ્રહિત જમીનનો એક ટુકડો તેમની પત્નીના નામે બદલવાનો આરોપ છે. નોંધનીય છે કે તેમની પત્નીને મૈસુરના એક પોશ વિસ્તારમાં જમીન આપવામાં આવી હતી અને જેની બજાર કિંમત તેમની પોતાની જમીન કરતા ઘણી વધારે છે. તાજેતરમાં જ ભાજપે આ મામલે સીએમના રાજીનામાની માંગ સાથે બેંગલુરુથી મૈસુર સુધી કૂચ પણ કાઢી હતી. 26 જુલાઈના રોજ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે એડવોકેટ-કાર્યકર ટીજે અબ્રાહમની અરજીના આધારે ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી, જેમાં મુખ્ય પ્રધાનને તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપવા અને શા માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તે સમજાવવા નિર્દેશ કર્યો હતો. 1 ઓગસ્ટના રોજ કર્ણાટક સરકારે રાજ્યપાલને મુખ્ય પ્રધાનને આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી હતી. તેમણે રાજ્યપાલ પર બંધારણીય પદના ઘોર દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) વૈકલ્પિક પ્લોટ ફાળવણી કૌભાંડના સંબંધમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેની બે વ્યક્તિગત ફરિયાદોની સુનાવણી 20 ઓગસ્ટ સુધી એક વિશેષ અદાલતે મુલતવી રાખી છે. અબ્રાહમની અરજી પર 21 ઓગસ્ટે સુનાવણી થશે. કોર્ટ બે કાર્યકર્તા સ્નેહમોયી કૃષ્ણા અને ટીજે અબ્રાહમની ખાનગી ફરિયાદની સ્વીકાર્યતા અંગેના કેસની સુનાવણી કરી રહી છે.
આ કેસ MUDA કૌભાંડથી સંબંધિત છે, જેમાં સિદ્ધારમૈયાની પત્નીને મૈસુર શહેરના કેસરુર ખાતે ત્રણ એકર અને 16 ગુંટા ખેતીની જમીનના કથિત ગેરકાયદે સંપાદન માટે પોશ વિસ્તારમાં વૈકલ્પિક પ્લોટ મળ્યો હતો. સિદ્ધારમૈયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.