(જી.એન.એસ),તા.૧૫
ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે ધોની હજુ પણ IPL રમે છે. ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. ધોની એક ઉત્કૃષ્ટ કેપ્ટન અને એક ઉત્તમ ફિનિશરની સાથે નંબર 7 તરીકે પણ જાણીતો છે. આ ધોનીનો જર્સી નંબર છે. BCCIએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેની કપ્તાનીમાં ટીમે ફરી એકવાર 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી પરંતુ આ વખતે તે જીતી શકી નહોતી. ધોનીની કપ્તાનીમાં જ ભારતે વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ધોનીની જર્સીનો નંબર 7 હતો. ધોનીએ તેની સંપૂર્ણ કારકિર્દીમાં નંબર 7 જર્સી જ પહેરી હતી અને ધોનીની આગેવાનીમાં ભારતે દરેક મેજર ICC ટ્રોફી પર કબજો કર્યો હતો..
BCCIએ ધોનીની નંબર-7 ને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. BCCIએ ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ટીમ ઈન્ડિયામાં હોય ત્યારે 7 નંબરની જર્સી ન પહેરી શકે. ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જર્સી નંબર-7 ન પહેરી શકે. BCCIએ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે BCCIએ તેના કોઈ ખેલાડીની જર્સી રિટાયર કરી હોય. આવું પહેલા પણ બન્યું છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 10 નંબરની જર્સી પહેરતા હતા. તેની જર્સી પણ BCCI દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆતની કેટલીક મેચોમાં 10 નંબરની જર્સી પહેરી હતી અને ત્યારપછી તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ પછી આ જર્સીને રિટાયર કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.