Home દેશ - NATIONAL જામિયા મસ્જિદ ખુલતા ૩ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

જામિયા મસ્જિદ ખુલતા ૩ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

99
0

(જી.એન.એસ),તા.૦૫


શ્રીનગર


શ્રીનગરમાં લગભગ ૩૦ અઠવાડિયા પછી, ઐતિહાસિક જામિયા મસ્જિદ શુક્રવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવી હતી. શુક્રવારની નમાજમાં ૩૦૦૦ થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો અને પ્રાર્થના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ મસ્જિદ કેટલાક મહિનાઓ સુધી બંધ હતી. કોવિડ-૧૯ને કારણે મસ્જિદ બંધ કરવામાં આવી હતી. શ્રીનગરની જામિયા મસ્જિદ એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ તરીકે જાણીતી છે. ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ થયા પહેલા મસ્જિદ અલગતાવાદી રાજકારણનું કેન્દ્ર રહી છે. શુક્રવારે મસ્જિદમાં ભાવનાત્મક દ્રશ્ય જાેવા મળ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ અને બાળકો નમાજ અદા કરતા જાેવા મળ્યા હતા. કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ વહીવટીતંત્રે ગત સપ્તાહે કાશ્મીર રેન્જના આઈજી વિજય કુમાર સહિત આ ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લીધી હતી. જિલ્લા વ્યવસ્થાના ઉચ્ચ અધિકારીઓએ પણ મસ્જિદની તપાસ કરી હતી. જે બાદ મસ્જિદ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક જામિયા મસ્જિદના મુખ્ય મૌલવી છે. મીરવાઈઝ ૦૫ ઓગસ્ટ, ૨૦૧૯ થી નજરકેદ છે, જ્યારે સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરી હતી. જામિયા મસ્જિદ શહેરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત છે, જે અલગતાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ પહેલા, દર શુક્રવારે જામિયા મસ્જિદની બહાર મોટા પાયે પથ્થરમારો થતો જાેવા મળ્યો હતો. અલગતાવાદી ગતિવિધિઓને કારણે આ વિસ્તાર ઘણીવાર તણાવમાં રહેતો હતો. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે જામિયા મસ્જિદ અને શહેરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કારણ કે, સરકાર પત્થરબાજાે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારા ભાગલાવાદીઓ સામે કડક પગલાં લે છે. સેંકડો પથ્થરબાજાે, અસામાજિક વ્યક્તિઓ અને ડઝનબંધ ભારત વિરોધી અલગતાવાદીઓ જેલમાં બંધ છે. મોટી સંખ્યામાં અસામાજિક લોકો સામે સરકારની કાર્યવાહીથી માત્ર શ્રીનગરમાં જ નહીં પરંતુ સમગ્ર કાશ્મીર ખીણમાં શાંતિ જળવાઈ રહી છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ થી જામિયા મસ્જિદ અથવા ડાઉનટાઉન શ્રીનગરમાં કોઈ સરકાર વિરોધી વિરોધ થયો નથી કે કાશ્મીરના કોઈપણ ભાગમાં પથ્થરમારો થયો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field