Home દેશ - NATIONAL #MeToo : મહિલાઓની સુરક્ષા જરૂરી પણ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખે...

#MeToo : મહિલાઓની સુરક્ષા જરૂરી પણ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખે મહિલા આયોગ

583
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.19
જાતિય સતામણીના ગંભીર આરોપોના પગલે રાજ્યકક્ષાના વિદેશમંત્રી એમ.જે. અકબરને પદત્યાગ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ આગળ આવે અને તેમને ન્યાય મળે તે હેતુથી રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ખાસ ઇમેઇલ આઇડી જાહેર કરીને તેના પર પોતાની ફરિયાદો કે વીગતો મોકલીઆ આપવા વિનંતી કરવામાં આવી છે ત્યારે જેમ દહેજ ધારામાં કલમ 498નો ક્યાંક ક્યાંક દુરૂપયોગ થયો તેમ આ ખાસ આઇડીનો કાવાદાવા કે કોઇને બદનામ કરવાના પ્લેટફોર્મ તરીકે કોઇ ઉપયોગ ના કરે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નેશનલ કમિશન ફોર વુમેન(રાષ્ટ્રીય મહિલા આયોગ) દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું કે કેટલીક મહિલાઓની વિનંતી અને સુચનના પગલે આયોગે એક કાસ ઇમેઇલ આઇડી તૈયાર કરવામાં આવી છે. જેના પર આવી કોઇપણ પિડિત મહિલાઓ પોતાની વિગતો રૂબરૂ આવ્યાં વગર એક મેઇલ કરીને પોતાની વ્યથા કે ફરિયાદ કરી શક્શે. આયોગ કામના સ્થળે જાતિય સતામણીની આવી ફરિયાદોની તપાસ માટે જે તે વિભાગને મોકલી આપશે. ખાસ ઇમેઇલ આઇડી આ મુજબ છેઃncw.metoo@gmail.com છે. આ અંગે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જેમ કેટલીક મહિલાઓ કે પરિવારો દ્વારા દહેજ ધારાની કલમ 498નો દુરૂપયોગના કિસ્સા બન્યા છે. અને સારા હેતુ માટે બનાવાયેલા કાયદાનો અંગત કે કોઇને હેરાન કરવા માટે ઉપયોગ થતો હોય તેમ મહિલા આયોગના આ ખાસ ઇમેઇલ આઇડીમાં કોઇ મહિલા કામના સ્થળે કોઇની સાથે નજીવી બાબતે અણબનાવ બને અને તરત જ જાતિય સતામણીની ફરિયાદનો ઇમેઇલ નાંખી દે તો સામાવાળો તો ગયો બારના ભાવમાં. તેણે તો પછી ખુલાસા જ ખુલાસા કર્યા કરવાના. તેથી મહિલા આયોગ આ સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખીને જે ફરિયાદો મળે તેની પ્રાથમિક ચકાસણી કર્યા પછી જ કાર્યવાહી કરે તે હિતાવહ ગણાશે. નહીંતર સુકા ભેગુ લીલુ પણ સળગી જશે તો મૂળ હેતુ માર્યો જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાગવતનો રામમંદિર પ્રેમ રાજકીય, હવે ભાજપનું “રામ નામ સત્ય” છે – તોગડિયા
Next articleઆદિવાસીઓનો વિરોધ ઃ પોસ્ટરમાં કોણે છાપ્યા મેધા સાથે રાહુલ ગાંધી, અહમદ પટેલ અને વસાવાના ફોડા….?