(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ,
ઈજા બાદ મેદાનમાં વાપસી કરવી સરળ નથી પરંતુ કુલદીપ યાદવે જોરદાર કમબેક કરી બતાવ્યું છે. ઈજાના કારણે છેલ્લી બે મેચમાં રમી ન શકેલો કુલદીપ યાદવ શુક્રવારે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમવા આવ્યો હતો અને આ ખેલાડીએ તબાહી મચાવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે કુલદીપ યાદવે બોલ હાથમાં લેતા જ મેચમાં તેનો જાદુ શરૂ થઈ ગયો. આ ચાઈનામેન બોલરે પહેલી ઓવરમાં જ બે મોટા બેટ્સમેનોની વિકેટો લીધી હતી. તેણે પહેલા માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યો અને પછી નિકોલસ પૂરનની વિકેટ લીધી. રિષભ પંતે આઠમી ઓવરમાં કુલદીપ યાદવને બોલિંગ માટે બોલાવ્યા. કુલદીપે ત્રીજા જ બોલ પર માર્કસ સ્ટોઈનિસને ફસાવી દીધો હતો. સ્ટોઈનિસને કુલદીપે તેની ગુગલી પર ફસાવી દીધો હતો અને તે ઈશાંત શર્માના હાથે કેચ થયો હતો. આ પછી તરત જ પંતે નિકોલસ પૂરનને બોલ્ડ કર્યો. પૂરન પણ કુલદીપની ગુગલીનો શિકાર બન્યો હતો.
કુલદીપનો આ બોલ એટલો અદ્ભુત હતો કે પૂરનનો ઓફ સ્ટમ્પ ઉડી ગયો અને તેની સાથે સ્ટમ્પનું માઈક પણ બહાર આવ્યું. આ પછી રમત રોકવી પડી અને અમ્પાયરોએ સ્ટ્રેટિજિક ટાઈમ આઉટ જાહેર કર્યો. પુરન અને સ્ટોઈનિસની વિકેટ લીધા પછી પણ કુલદીપ યાદવ રોકાયો ન હતો. આગલી ઓવરમાં તેણે લખનૌના કેપ્ટન કેએલ રાહુલની વિકેટ પણ લીધી હતી. રાહુલે કુલદીપના ઝડપી બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી લઈને વિકેટકીપર પંતના હાથમાં આવી ગયો. આ રીતે કુલદીપે માત્ર 9 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ જે સ્ટાઈલમાં બોલિંગ કરી રહ્યો છે તે માત્ર દિલ્હી માટે સારા સમાચાર નથી પરંતુ ટીમ ઈન્ડિયા માટે પણ એક સારા સમાચાર છે કારણ કે જૂનમાં T20 વર્લ્ડ કપ પણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.