Home દેશ - NATIONAL LIC અને SBI ના રોકાણકારોએ 5 દિવસમાં મોટી કમાણી કરી

LIC અને SBI ના રોકાણકારોએ 5 દિવસમાં મોટી કમાણી કરી

42
0

(જી.એન.એસ),તા.૧૧

LIC અને SBIના રોકાણકારોએ ગયા અઠવાડિયે મોટો નફો કર્યો હતો. ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચારની માર્કેટ કેપમાં સામૂહિક રીતે 2.18 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રહ્યા હતા. LICનું માર્કેટ વેલ્યુએશન 86,146.47 કરોડ રૂપિયા વધીને 6,83,637.38 કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન SBI નું માર્કેટ વેલ્યુએશન 65,908.26 કરોડ રૂપિયા વધીને 6,46,365.02 કરોડ રૂપિયા થયું હતું. આ રીતે રોકાણકારોએ માત્ર 5 દિવસમાં 1,52,054 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ટોપ 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, LIC અને SBIની માર્કેટ કેપમાં વધારો થયો છે. આ કંપનીઓના માર્કેટ વેલ્યુએશનમાં સામૂહિક રીતે 2,18,598.29 કરોડ રૂપિયાનો વધારો થયો છે. HDFC બેન્ક, ICICI બેન્ક, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCના માર્કેટ વેલ્યુએશનમાં સામૂહિક રીતે 1,06,631.39 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 490.14 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટ્યો હતો. સોમવારે LICના શેર અંદાજે 6 ટકાના વધારા સાથે પહેલી વખત 1,000 રૂપિયાના સ્તર પર પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન SBIનું માર્કેટ વેલ્યુએશન 65,908.26 કરોડ રૂપિયા વધીને 6,46,365.02 કરોડ રૂપિયા થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
Next articleભારત મોબોલીટી એક્સ્પો ૨૦૨૪માં પાણીથી ચાલતું સ્કૂટર આકર્ષણનું કેન્દ્ર બન્યું