વર્ષ 2022માં કેટલીક ફિલ્મો બ્લોકબસ્ટર રહી અને કેજીએફ ચેપ્ટર 2 (KGF 2) તેમાંથી એક હતી. રોકસ્ટાર યશ (Yash) અભિનીત ફિલ્મે દુનિયાભરમાં 1250 કરોડનો બિઝનેસ કર્યો અને આ ફિલ્મ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઇ. કેજીએફ (KGF) અને કેજીએફ 2 (KGF2)ની શાનદાર સફળતા બાદ હવે ચેપ્ટર 3ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામ શરૂ થઇ ચુક્યુ છે. જેમ કે હાલમાં જ જાણકારી સામે આવી હતી. કેજીએફની કુલ 5 સીક્વલ બનશે પરંતુ ખરાબ સમાચાર એ છે કે યશ તેનો હિસ્સો નહીં હોય.
ના હોય કેજીએફની બનશે 5 સીક્વલ? જાણો શું કહેવું છે ફિલ્મ્સના ફાઉન્ડરનું?… કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ પર આધારિત કન્નડ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું પ્રોડક્શન હોમ્બલ ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રોડક્શન કંપની તેને બોન્ડ ફ્રેન્ચાઈઝી જેવી બનાવવાની યોજના બનાવી રહી છે, પરંતુ અલગ સ્ટાર કાસ્ટ સાથે. તાજેતરમાં, હોમ્બલે ફિલ્મ્સના ફાઉન્ડર વિજય કિરગન્દુરે ખુલાસો કર્યો હતો કે એક્શન ફિલ્મની પાંચ સિક્વલ હશે, પરંતુ અલગ અલગ હીરો સાથે. શું KGF 3 માં યશ જોવા નહીં મળે? જાણો શું છે સત્ય? હવે સવાલ એ થાય છે કે યશ ‘KGF 3’માં જોવા મળશે કે નહીં. આ સિવાય જો તે ફિલ્મમાં દેખાશે તો તેનો રોલ શું હશે.
‘KGF 2’ માં, રોકી ભાઈ પોતે સરેન્ડર કરતા જોવા મળે છે અને ગોળી વાગ્યા બાદ દરિયામાં ડૂબીને મૃત્યુ પામે છે. જો કે, ત્રીજી કડીના સંકેત સાથે, દર્શકોને વિશ્વાસ હતો કે યશ તેના પાત્રને ફરીથી રજૂ કરશે. જો કે, જે રીતે લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે, તે ફેન્સ વચ્ચે શંકા પેદા કરી રહ્યા છે કે શું યશ ‘KGF 3’ નો ભાગ હશે કે કેમ, જે 2025 માં રિલીઝ થવાની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યશ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’માં કેમિયો રોલમાં જોવા મળશે. ‘KGF’ ડિરેક્ટર પ્રશાંત નીલ તેની આગામી ફિલ્મ ‘સાલાર’માં પ્રભાસની સામે યશને કાસ્ટ કરશે. ફિલ્મ ‘સલાર’માં તે યશની સફળતાને ભૂલી જવા માંગે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. ‘KGF’ અને ‘KGF 2’ કન્નડ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મો રહી છે. ‘KGF’ 2018 માં રિલીઝ થઈ હતી જ્યારે બીજું ચેપ્ટર 2022 માં યશ અને શ્રીનિધિ શેટ્ટી અભિનીત થયું હતું. બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને રવિના ટંડન પણ ‘KGF 2’માં દમદાર ભૂમિકાઓ જોવા મળ્યા હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.