Home મનોરંજન - Entertainment KGFના આ દિગ્ગજ કન્નડ અભિનેતાને ચોથા સ્ટેજનું છે કેન્સર

KGFના આ દિગ્ગજ કન્નડ અભિનેતાને ચોથા સ્ટેજનું છે કેન્સર

43
0

દક્ષિણના સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફમાં ખાસિમચાચાની ભૂમિકા ભજવનારા દિગ્ગજ કન્નડ અભિનેતા હરીશ રાય કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અભિનેતાનું ગળાનું કેન્સર હાલ ચોથા સ્ટેજમાં છે. તેમણે હાલમાં જ એક યુટ્યૂબરની સાથે ઈન્ટરવ્યુમાં પોતાની હાલત અંગે જાણકારી આપી.

અભિનેતાએ ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. ફિલ્મના શુટિંગ દરમિયાન પણ તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેમને પહેલા થાઈરોડ હતો. જેણે કેન્સરનું સ્વરૂપ લઈ લીધુ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમની પાસે સારવાર માટે પૈસા નથી.

અભિનેતાએ લાંબા સમયથી પોતાની બીમારી છૂપાવી રાખી કારણ કે તેમને ડર હતો કે અનેક પ્રોજેક્ટ તેમના હાથમાંથી જતા રહેશે. તેમની પાસે પૈસા પણ નહતા આથી તેમણે પોતાની સર્જરી પણ ટાળી અને ‘કેજીએફ ચેપ્ટર 2’ ની રિલીઝની રાહ જોવા લાગ્યા. હવે તેઓ કેન્સરના ચોથા સ્ટેજમાં છે અને દિન પ્રતિદિન તેમની હાલત ખરાબ થઈ રહી છે.

હરીશ રાયે યુટ્યૂબર ગોપી ગોડરુને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની બીમારીનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે સ્થિતિઓ તમને મહાનતા પ્રદાન કરી શકે છે કે અથવા તો ચીજોને તમારાથી દૂર લઈ જઈ શકે છે. બચવાનો કોઈ રસ્તો નથી. હું ત્રણ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું.

કેજીએફના શુટિંગ દરમિયાન મારી લાંબી દાઢી રાખવાનું એક કારણ એ પણ હતું કે આ બીમારીના કારણે મારા ચહેરા પર સોજો આવી ગયો હતો. સોજાને છૂપાવવા માટે મેં દાઢી લાંબી રાખી હતી. અભિનેતાએ કહ્યું કે પૈસાની કમીના કારણે તેમણે ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો પાસે મદદ માંગવા માટે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ પોસ્ટ કરી શક્યા નહીં.

હરીશ રાય 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ ચેપ્ટર-1 અને કેજીએફ ચેપ્ટર 2 બંનેમાં રોકીભાઈના કાકાની ભૂમિકામાં જોવા મળ્યા. આ ઉપરાંત બેંગ્લોર અંડરવર્લ્ડ, ધન ધના ધન, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ 25 વર્ષથી વધુ સમયથી કન્નડ સિનેમામાં કામ કરી રહ્યા છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field