Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી JNUમાં નિયમો લાગુ, ધરણા-પ્રદર્શન કરવા પર 20,000નો દંડ, તોડફોડ કરી તો એડમિશન...

JNUમાં નિયમો લાગુ, ધરણા-પ્રદર્શન કરવા પર 20,000નો દંડ, તોડફોડ કરી તો એડમિશન રદ

74
0

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના નવા નિયમ અનુસાર, પરિસરમાં ધરણાં કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરવા પર તેમનું એડમિશન રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. 10 પાનાના આ અનુશાસન નિયમ અને યોગ્ય આચારણમાં વિરોધ પ્રદર્શન અને તોડફોડ જેવા વિવિધ કાર્યો માટે સજા નક્કી કરવામાં આવી છે અને અનુશાસનનું ઉલ્લંઘન કરવા સંબંધી તપાસ પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે.

રિપોર્ટ અનુસાર, આ નિયમ ત્રણ ફેબ્રુઆરીએ લાગૂ થઈ ગયા છે. આ યૂનિવર્સિટીમાં બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રી બતાવવાને લઈને વિરોધ પ્રદર્શન બાદ લાગૂ કર્યા છે. કોર્ટના મામલા માટે તૈયાર?.. તે જાણો.. નિયમ સંબંધી દસ્તાવેજમાં કહેવાયુ છે કે, તેને કાર્યકારી પરિષદની મંજુરી આપી છે. આ પરિષદ યુનિવર્સિટીના નિર્ણય લેનારી સર્વોચ્ચ કમિટી છે. તેથી કાર્યકારી પરિષદના સભ્યોએ જણાવ્યું કે, આ મામલાને એક અધિક એજન્ડા સામગ્રી તરીકે લેવામાં આવ્યો હતો અને તે ઉલ્લેખ કર્યો હતો કે, આ દસ્તાવેજ કોર્ટના મામલા માટે તૈયાર કર્યો છે.

તુઘલકી ફરમાન માટે નિયમ? તે જાણો.. જેએનયૂમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સચિવ વિકાસ પટેલે નવા નિયમને તુઘલકી ફરમાન કહ્યું છે. જેએનયૂના કુલપતિ શાંતિશ્રી ડી પંડિતની પ્રક્રિયા જાણવા માટે તેમને મેસેજ મોકલ્યો અન ફોન કર્યો, પણ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. આપને જણાવી દઈએ કે, આ નવા નિયમ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ પર લાગૂ થશે, જેમાં અંશકાલિન વિદ્યાર્થી પણ સામેલ છે, પછી તે આ નિયમ લાગૂ થયાના બાદમા આવે કે પહેલા. તેમાં ગુના માટે દંડ પણ નક્કી કર્યા છે, જેમાં રુકાવટ, જુગારમાં છંડોવાવવું, હોસ્ટેલના રુમ પર કબ્જો, અપમાનજનક ભાષા બોલવી, તોડફોડ કરી વગેરે..નિયમોમાં એવું પણ કહેવાયું છે કે, ફરિયાદની એક કોપી માતા-પિતાને પણ મોકલવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન પર વધુ એક હુમલો, TTP દેશને તોડવાની તૈયારીમાં!..ખૈબર પખ્તુનખ્વાની યોજના!
Next articleUNમાં નિત્યાનંદની પોલ ખુલી ગઈ, ફેલ ગઈ ભારત વિરુદ્ધ ખોરી દાનતની ચાલ