Home દેશ - NATIONAL ISROના વડા એસ સોમનાથ કેન્સરથી પીડિત, આ માહિતી તેમણે પોતે આપી

ISROના વડા એસ સોમનાથ કેન્સરથી પીડિત, આ માહિતી તેમણે પોતે આપી

19
0

આદિત્ય-L1 લોન્ચના દિવસે ISRO ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું નિદાન થયું હતું

(જી.એન.એસ),તા.૦૫

શ્રીહરિકોટા/નવીદિલ્હી,

ઈસરોના ટુંકા નામે ઓળખાતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ સોમનાથ કેન્સરથી પીડિત છે. આ માહિતી તેમણે પોતે આપી છે. એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં પોતે કેન્સર પીડિત હોવાનું જણાવ્યું હતું. પેટનું કેન્સર હોવાની વાતનો ખુલાસો પણ આ ઈન્ટરવ્યુમાં તેમણે કર્યો છે. એસ સોમનાથે કહ્યું કે મને આ વિશે તે જ દિવસે ખબર પડી જ્યારે આદિત્ય-એલ1 મિશન અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયો હતો, જ્યારે તેમને આ અંગેની જાણ થઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, એસ સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, “ચંદ્રયાન-3 મિશન દરમિયાન મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી, પરંતુ મને ખબર ન હતી કે મને કેન્સર છે. તબીબી ટેસ્ટના અંતે ખબર પડી કે તેમને પેટનું કેન્સર છે. કેન્સર થયું હોવાની જાણ થયા બાદ તેમણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર શરૂ કરી દીધી હતી. મને કેન્સર થયું હોવાનુ જાણીને મારા પરિવારજનો પણ ખૂબ ચિંતિત બન્યા હતા. પેટના કેન્સરના ઈલાજ માટે કીમોથેરાપી ચાલુ રહી અને હાલમાં સ્વસ્થ થયો છું. જો કે કેન્સરની દવા ચાલુ હોવાનું તેમણે જણાવ્યું છે.”

થોડા દિવસો પહેલા ગગનયાન મિશનમાં સામેલ ચાર અવકાશયાત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અવકાશયાત્રીઓ તરીકે ગ્રુપ કમાન્ડર પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા અવકાશમાં જશે. ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ છે. આ ગગનયાન મિશન માટે ચારેય રશિયા ગયા છે અને ત્યાં તાલીમ લીધી છે. આ ચારેય હાલમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટીમાં તાલીમ લઈ રહ્યા છે. મિશન ગગનયાન મિશનનું પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપટનામાં લાલુ યાદવની પરિવાર પર ટિપ્પણી, પીએમ મોદીએ કહ્યું,”આખો દેશ મારો પરિવાર”
Next articleકેજરીવાલ સરકારે રાજધાની દિલ્હી માટે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું