Home રમત-ગમત Sports મારુ માનવું છે કે IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં...

મારુ માનવું છે કે IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં આવી રહી છે: સુનીલ ગાવસ્કર

33
0

(જી.એન.એસ) તા. 26

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં IPLની પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું.

ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ IPL એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત છે, જ્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ ચર્ચામાં નથી આવતા. IPLની એક સારી સીઝન કોઈ ખેલાડીને એટલું આપે છે જેટલું તેને તેની આખી રણજી ટ્રોફી કારકિર્દી નથી આપી શક્તિ, એવા ઘણા ઉદાહરણો છે જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ એક કે બે સીઝનમાં રમતમાંથી બહાર થઈ જાય છે, પરંતુ IPLની એક સીઝન ઘણીવાર તેમને રણજી ટ્રોફીની આખી કારકિર્દી કરતાં વધુ પૈસા આપે છે. જોકે, આ અસંતુલનનો શ્રેય IPLની જનતા વચ્ચે અપીલ અને તેના કારણે મોટા પાયે પ્રસારણ અને સ્પોન્સરશિપ અધિકારોને જાય છે, પરંતુ તે એ ખેલાડીઓને જરૂર નિરાશ કરે છે જેઓ IPL કરતા લગભગ ત્રણ ગણી વધુ ક્રિકેટ મેચ રમે છે.’

તેમજ પોતાની કોલમમાં ગાવસ્કરે વધુમાં કહ્યું હતું કે, ‘આ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે, જે લોકો આખી સીઝન ઘરેલુ ક્રિકેટ રમે છે તેઓ અનકેપ્ડ IPL ખેલાડીની સૌથી ઓછી બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા પણ નથી કમાઈ શકતા. જો મુંબઈ જેવા અન્ય સંગઠનો રણજી ખેલાડીઓને BCCI દ્વારા આપવામાં આવતી ચૂકવણી સાથે મેળ ખાય છે, તો આ અસંતુલન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field