રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી
(જી.એન.એસ) તા. 13
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટનના નામ ની જાહેરાત કરવામાં આવી છે, આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા T20 લીગમાં અત્યાર સુધી IPLમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા હતા.
આરસીબીની સુકાની સંભાળનાર રજત પાટીદાર 8મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની 17 સીઝનમાં 9 વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે 3 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઇનલ રમી હતી. RCB IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 123મેચ જીતી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.