(જી.એન.એસ),તા.૧૮
IPL 2024 માટે ક્રિકેટ ખેલાડીઓનો ઓક્શન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ઓક્શનમાં પહેલીવાર IPLની હરાજી ભારતની બહાર દુબઈમાં થશે. બીજું, પ્રથમ વખત, કોઈ ભારતીય મહિલા, પુરૂષોની IPL હરાજીની જવાબદારી સંભાળશે. મિની ઓક્શનમાં લગભગ 263 કરોડ રૂપિયાની ખેલાડીઓની હરાજી થશે. જેનું સંચાલન એક ભારતીય યુવતી મલ્લિકા સાગર કરશે. મલ્લિકા સાગરે તાજેતરમાં વુમન્સ પ્રીમિયર લીગના ખેલાડીઓની ઓક્શનની જવાબદારી સંભાળી છે. મલ્લિકા સાગરે વર્ષ 2023ની WPL ઓક્શનને હેન્ડલ કરવાનું કામ પણ કર્યું હતું.. મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર મલ્લિકા સાગરે WPL 2023 અને 2024 ની ઓક્શનનું આયોજન કર્યું હતું. રમતગમતની દુનિયામાં જાણીતી છે. 48 વર્ષીય મલ્લિકા સાગરને ઓક્શનમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે અને ક્રિકેટ પહેલા તેણે પ્રો કબડ્ડી લીગની ઓક્શનમાં પણ ભાગ લીધો છે. તેણે મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીમાં ઘણી ઓક્શનનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે 26 વર્ષની ઉંમરે તે ક્રિસ્ટીઝની પ્રથમ ભારતીય હરાજી કરનાર હતી. તેણે IPLમાં ચારુ શર્માની જગ્યા લીધી છે. જો કે, ચારુ શર્મા ક્યારેય પૂર્ણ સમય માટે IPL ઓક્શનન કર્યું ન હતું..
2008 થી 2018 સુધી, રિચાર્ડ મેડલીએ IPL ના ખેલાજીઓની હરાજીની યજમાની કરી હતી, જે વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઓક્શન માંની એક છે. તે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી છે.વર્ષ 2019 માં, હ્યુ એડમ્સને મેડલીની જગ્યાએ IPL હરાજીના યજમાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની 35 વર્ષની લાંબી કારકિર્દીમાં, એમેડિયસે 2,500 થી વધુ ઓક્શનનું આયોજન કર્યું છે. જેમાં 2.7 બિલિયન પાઉન્ડ એટલે કે 28 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમની 310,000થી વધુના ઓક્શન સેલ થયા છે.. આ મિની ઓક્શનમાં માત્ર 77 સ્લોટની હરાજી થશે. જેના માટે 333 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ 2024ની IPL સિઝનમાં પોતાને ઉપલબ્ધ જાહેર કર્યા છે. તેનું મહત્વનું કારણ વર્ષ 2024નો T20 વર્લ્ડ કપ છે. IPL તેની તૈયારીઓ માટે એકદમ યોગ્ય માનવામાં આવી રહ્યું છે. આ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે. આ IPLમાં તમામની નજર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર રહેશે. બેટ્સમેનોમાં ટ્રેવિસ હેડ અને ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રનું નામ પણ હાલ ચર્ચામાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.