પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે સુર્યકુમાર યાદવ!
(જી.એન.એસ),તા.૧૨
મુંબઈ,
સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ કરી રહ્યો છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ પર છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો પોસ્ટ કરતો રહે છે. પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં સાથી ખેલાડીઓનું મનોબળ પણ બનાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેના પર આઈપીએલની શરુઆતની મેચ પર રમવાને લઈ તલવાર લટકી રહી છે. શા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ શરુઆતની મેચોમાં તેજોવા ન પણ મળી શકે? તો આ કારણ છે કે તેને હજુ સુધી NCA તરફથી તેની ફિટનેસનું પ્રમાણપત્ર મળ્યું નથી. આઈપીએલની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના અભિયાનની શરુઆત 24 માર્ચ એટલે કે, રવિવારથી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ કરશે પરંતુ મોટો સવાલ એ છે કે, શું ટી 20 વર્લ્ડનો નંબર વનનો બેટ્સ્મેન રમશે. રિપોર્ટનું માનીએ તો સૂર્યકુમાર યાદવ આ મેચ રમશે નહિ. ત્યારબાદની મેચ પણ રમી શકશે નહિ, પહેલી 2 મેચો સુધી તે સંપુર્ણ ફીટ થશે એવું કહેવું હજુ મુશ્કેલ છે.
સૂર્યકુમાર યાદવ હજુ બેંગ્લુરુના નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સ્પોર્ટસ હાર્નિયાની થયેલી સર્જરી બાદ તેના ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. તેને જોઈ એવું લાગી રહ્યું છે કે, આઈપીએલ 2024ની પહેલી મેચ રમવા માટે તૈયાર છે, પરંતુ પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જે લખ્યું છે તે શંકાસ્પદ છે. બીસીસીઆઈ સુત્રો મુજબ NCAના સ્પોર્ટસ સાઈન્સ અને મેડિકલની ટીમ તરફથી સૂર્યકુમાર યાદવની ફિટનેસ પર હજુ કોઈ દાવાથી કહ્યું નથી. ખાસ કરીને આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન પહેલી 2 મેચમાં જે ગુજરાત ટાઈટન્સ અને 27 માર્ચના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ છે.ચોક્કસપણે તેના માટે નહીં. હવે જ્યાં સુધી NCA તેની ફિટનેસની પુષ્ટિ નહીં કરે ત્યાં સુધી સૂર્યકુમાર કેવી રીતે રમશે?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.