Home રમત-ગમત Sports IPL 2024 ની 28મી KKR vs LSG મેચમાં KKRનો 8 વિકેટે શાનદાર...

IPL 2024 ની 28મી KKR vs LSG મેચમાં KKRનો 8 વિકેટે શાનદાર વિજય

46
0

(જી.એન.એસ),તા.૧૫

મુંબઈ,

IPL 2024 ની 28મી મેચ આજે 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ (KKR VS LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRનો 8 વિકેટે શાનદાર વિજય થયો હતો. KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેના માટે અસરકારક સાબિત થયું. KKR માટે ફિલ સોલ્ટે શાનદાર અડધી સદી ફટકારી હતી. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની આ ચોથી જીત છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપરજાયન્ટ્સે કંઈ ખાસ બેટિંગ કરી ન હતી. લખનૌ તરફથી ઓપનિંગ કરવા આવેલા ક્વિન્ટન ડી કોકે 8 બોલમાં 10 રન અને કેએલ રાહુલે 27 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજા નંબરે આવેલા દીપક હુડ્ડાએ બેટિંગ કરી ન હતી. તે 10 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.માર્કસ સ્ટોઇનિસે 5 બોલમાં 10 રન બનાવ્યા હતા. તે જ સમયે, નિકલાસ પુરને એલએસજી માટે સારી બેટિંગ કરી અને 32 બોલમાં 45 રન બનાવ્યા. આ રીતે લખનૌનો સ્કોર 162 રન સુધી પહોંચ્યો હતો.

હવે KKRનો 162 રનના લક્ષ્યનો પીછો કરવાનો વારો હતો, KKR એ ઓવરમાં જ જીત મેળવી હતી. KKR તરફથી ઓપનિંગ કરવા આવેલા ફિલ સોલ્ટે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ તેને ટેકો આપ્યો હતો. અય્યરે 38 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ મેચમાં સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીના બેટ કામ નહોતા કરી શક્યા નરીને 6 બોલમાં 6 રન બનાવ્યા હતા. રઘુવંશીએ 6 બોલમાં 7 રનની ઇનિંગ રમી હતી. લખનૌ તરફથી માત્ર મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલર એક પણ વિકેટ પોતાના નામે કરી શક્યો નથી. આ જીત સાથે KKR ટીમના 8 પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. KKRની ઉપર રાજસ્થાન રોયલ્સ છે જેણે 10 પોઈન્ટ જીત્યા છે. KKRની આગામી મેચ રાજસ્થાન સામે છે. આ બંને ટીમો 16 એપ્રિલે સામસામે ટકરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે
Next articleKKR vs LSGની મેચમાં 12મી ઓવરમાં વિકેટ કીપર ફિલિપ સોલ્ટે આશ્ચર્યજનક કેચ લીધો