Home રમત-ગમત Sports IPL 2024 ની 26મી મેચમાં 12મી ઓવરમાં રવિ બિશ્નોઇની એક ભૂલ લખનૌની...

IPL 2024 ની 26મી મેચમાં 12મી ઓવરમાં રવિ બિશ્નોઇની એક ભૂલ લખનૌની હારનું કારણ બની

52
0

(જી.એન.એસ),તા.૧૩

મુંબઈ,

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. કેએલ રાહુલની કપ્તાનીવાળી ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચ હાર્યા બાદ સતત ત્રણ જીત નોંધાવી હતી. જોકે આ બાદ ઘર આંગણે પાંચમી મેચ LSGને હરવાનો વારો આવ્યો છે.26 મી મેચ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતું અને તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કરી રહી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ IPL 2024માં સારું પ્રદર્શન કરી શકી નથી. દિલ્હી કેપિટલ્સે પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં ટીમનો પરાજય થયો છે. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જોકે આ મેચમાં ખેલાડીઓએ કરી બતાવ્યું. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે સ્ટાર બેટ્સમેન આયુષ બદોનીએ સૌથી વધુ 55 રન બનાવી અણનમ રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ માટે સ્ટાર બોલર કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 168 રન બનાવવાના છે. ટાર્ગેટનો પીછો કરવા આવેલા દિલ્હી કેપિટલ્સ ટીમના સ્ટાર બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કે માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. મહત્વનું છે કે ફ્રેઝર-મેકગર્ક અડધી સદી સુધી પહોંચ્યો તે પહેલા 12મી ઓવરમાં તે 24 રન પર રમી રહ્યો હતો. દિલ્હી તરફ થી 12 મી ઓવર ફેકવા સ્ટોઇનિસ આવ્યો હતો. જેમાં પ્રથમ બોલ પર પંત સ્ટ્રાઈક પર હતો જેણે 1 રન લીધા બાદ મેકગર્ક સ્ટ્રાઈક પર આવ્યો. અને આ બીજા બોલે LSG એ મોટી ભૂલ કરી હતી જેનું પરિણામ હારમાં પરિણમ્યું હતું. 12મી ઓવરના બીજા બોલે ઓફસાઇડ પર ફ્રેઝર-મેકગર્કનો કેચ રવિ બિશ્નોઇને મળ્યો હતો. પરંતુ આ કેચ રવિએ છોડ્યો હતો. આ કેચ છૂટયો ત્યારે ફ્રેઝર-મેકગર્કના 14 બોલમાં 24 રન હતા. આ બાદ મેકગર્ક 35 બોલમાં 55 રન પર પહોંચ્યો હતો. મેકગર્કને જીવનદાન મળ્યા બાદ તેણે પોતાની ડેબ્યૂ હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. જેને કારણે દિલ્હીએ લખનૌને 6 વિકેટ થી હરાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPL 2024 ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું
Next articleLSG vs DCની મેચમાં કુલદીપ યાદવે એવો બોલ ફેંક્યો કે મેચને ત્યાં જ રોકવી પડી