(GNS),27
દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ એટલે કે, આઈપીલની (IPL-2024) આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી ભારતમાં નહીં થાય. તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યું છે. ઓક્શન માટે તારીખ પણ નક્કી થઈ ચુકી છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આપી છે. ઓક્શિનમાં લાગીની તમામ 10 ટીમો ભાગ લેશે. ભારતની મેજબાનીમાં હાલમાં વન ડે વર્લ્ડ કપ (ODI World Cup-2023) રમાઈ રહ્યો છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સીરીઝ રમાશે..
આ દરમ્યાન આઈપીએલ 2024ના ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આઈપીએલ ઓક્શન ભારતમાં થશે નહીં, પણ દુબઈમાં યોજાશે. બીસીસીઆઈ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે જણાવ્યું છે કે, હવે આઈપીએલ ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે અને હવે તે ખૂબ જ અઘરુ થઈ ગયું છે કે 5 સ્ટાર હોટલમાં અસંખ્ય રુમ મળી શકે, જેમાં ફ્રેંન્ચાઈઝીના સભ્યો, બીસીસીઆઈના અધિકારીઓ, સંચાલન ટીમ, પ્રસારણકર્તા ટીમને રાખી શકે. આ જ કારણ છે કે, દુબઈ પસંદગીનું સ્થળ છે. તેના માટે તારીખ પણ નક્કી થઈ ગઈ છે..
બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું છે કે, 19 ડિસેમ્બરે ઈંડિયન પ્રીમિયર લીગની 2024 સીઝન માટે હરાજી થશે. તેની મેજબાની માટે દુબઈ તૈયાર છે. હરાજી દરમ્યાન 2024 સીઝન માટે દરેક ટીમ પાસે 100 કરોડ રૂપિયાની રકમ હશે, જે ગત વર્ષની સરખામણીમાં 5 કરોડ રૂપિયા વધારે હશે. મહિલા પ્રીમિયર લીગની હરાજી 9 ડિસેમ્બરે થશે. ચેન્નઈ સુપર કિંગ્સે ગત સીઝનમાં ફાઈનલમાં ગુજરાત ટાઈટંસને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ચેન્નઈ અને મુંબઈ ઈંડિયંસે 5-5 વાર આઈપીએલની ટ્રોફી જીતી છે. બંને ટીમની કપ્તાની પણ ભારતીય દિગ્ગજો પાસે છે. ચેન્નઈની કમાન મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પાસે છે, જ્યારે મુંબઈનું નેતૃત્વ ખૂંખાર ઓપનર અને ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.