Home રમત-ગમત Sports IPL ઓક્શન દરમિયાન પ્રીતિ ઝિન્ટાએ મોટી ભૂલ કરી

IPL ઓક્શન દરમિયાન પ્રીતિ ઝિન્ટાએ મોટી ભૂલ કરી

66
0

(જીએનએસ),૨૦

આઈપીએલનું ઓક્શન ખુબ જ રોમાંચક હોય છે. આ માહૌલ પણ ખુબ ઉત્સાહ ભરેલો હોય છે. ફ્રેન્ચાઈઝી ટીમ વચ્ચે ટક્કર પણ જોવા મળતી હોય છે. તેમજ ઓક્શનર પણ અનેક વખતે મુશ્કેલીમાં મુકાય જાય છે. આઈપીએલ 2024ના ઓક્શનમાં પણ કાંઈ આવું જોવા મળ્યું હતુ. ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સે ભારતના અનકૈપ્ટડ ખેલાડી શશાંક સિંહ માટે 20 લાખ રુપિયાની બોલી લગાવી હતી. અન્ય કોઈએ આ ખેલાડી માટે બોલી લગાવી ન હતી.. ત્યારબાદ નેસ વાડિયા, પ્રીતિ ઝીંટા અને ટેવરે ઓક્શન રોકાવતા કહ્યું કે, તેમણે ખોટો ખેલાડી ખરીદી લીધો છે. તેમણે આ ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે, જે પૈસા તેમણે આ ખેલાડી પર ખર્ચા કર્યા તે તેના ખાતામાં પાછી આવી જાય, પરંતુ આ સમગ્ર વાતની મલ્લિકા સાગરે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હૈમર નીચે આવ્યા બાદ નિર્ણય બદલી શકાતો નથી. અંતે પંજાબ કિંગ્સે આ નિર્ણય પર સહમંત થવું પડ્યું હતું અને ઓક્શન આગળ શરુ કર્યું. પંજાબ કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં હર્ષલ પટેલ અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓને ખરીદ્યા છે. હર્ષલ પટેલ માટે પંજાબે 11.75 કરોડની બોલી લગાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો પિંક લુક જોઈ ફેન્સ થયા ખુશ
Next articleભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ, સાઉથ આફ્રીકાની 8 વિકેટથી જીત