(જી.એન.એસ) તા. 29
નવી દિલ્હી,
ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધા છે તેમાં વધારો કરતાં ભારતે સોશિયલ મીડિયા એક્સ પર પણ મોટી કાર્યવાહી કરી છે જેમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ, ભારતે પાકિસ્તાની સમાચાર અને સોશિયલ મીડિયા પ્રભાવકોના યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પહેલા ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ચેનલો પર ભારત વિરુદ્ધ ભડકાઉ માહિતી ફેલાવવાનો આરોપ હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધની ભલામણ કરવામાં આવી હતી. તેમના પર ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભ્રામક પ્રચાર ફેલાવવાનો આરોપ હતો. તેના પર ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી દર્શાવવાનો આરોપ હતો. તેમના પર ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ હતો. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો. સરકારે પ્રતિબંધિત ચેનલો વિશે માહિતી આપતી સૂચના સાથે એક યાદી જારી કરી હતી.