(જી.એન.એસ) તા. 27
નવી દિલ્હી,
ભારતીય સેનાના આધુનિકીકરણ માટે અને કાર્યવાહીમાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા સૈનિકો માટે કોઈ ચોક્કસ બેંક ખાતામાં દાન સંબંધિત એક ભ્રામક સંદેશ વોટ્સએપ પર ફરી રહ્યો છે. આ સંદેશમાં આ સંબંધમાં મંત્રીમંડળના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પ્રસ્તાવના મુખ્ય પ્રસ્તાવક તરીકે અભિનેતા શ્રી અક્ષય કુમારનું નામ લેવામાં આવ્યું છે.
ઉપરોક્ત સંદેશમાં ખાતાની વિગતો ખોટી છે, જેના કારણે ઓનલાઈન દાનનો અનાદર થઈ રહ્યો છે. લોકોએ સાવધ રહેવું જોઈએ અને આવા છેતરામણા સંદેશાઓનો શિકાર ન બનવું જોઈએ.
સરકારે સક્રિય યુદ્ધ કાર્યવાહી દરમિયાન માર્યા ગયેલા અથવા અપંગ થયેલા સૈનિકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે.
2020માં, સરકારે ‘આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલ્ટી વેલ્ફેર ફંડ (એએફબીસીડબલ્યુએફ)’ની સ્થાપના કરી હતી, જેનો ઉપયોગ સૈનિકો / ખલાસીઓ / હવાઈ સૈનિકોના પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય આપવા માટે કરવામાં આવે છે, જેઓ તેમના જીવનની આહુતિ આપે છે અથવા સક્રિય સૈન્ય કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ વિભાગ વતી ભારતીય સેના આ ભંડોળના હિસાબોની જાળવણી કરે છે. આર્મ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુઅલિઝ વેલ્ફેર ફંડના ખાતામાં સીધું યોગદાન આપી શકાય છે. બેંક ખાતાઓની વિગતો નીચે મુજબ છે:-
- પહેલું ખાતું
ફંડ નામ | Armed Forces Battle Casualties Welfare Fund |
બેંક નામ | કેનેરા બેન્ક, સાઉથ બ્લોક, ડિફેન્સ હેડક્વાર્ટર્સ નવી દિલ્હી – 110011 |
IFSC કોડ | CNRB0019055 |
ખાતા નંબર | 90552010165915 |
A/c નો પ્રકાર | બચત ખાતું |
- બીજું ખાતું
ફંડ નામ | Armed Forces Battle Casualties Welfare Fund |
બેંક નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાર્લામેન્ટ સ્ટ્રીટ, નવી દિલ્હી – 110011 |
IFSC કોડ | SBIN0000691 |
ખાતા નંબર | 40650628094 |
A/c નો પ્રકાર | બચત ખાતું |
નવી દિલ્હી ખાતે ચૂકવવાપાત્ર AFBCWFની તરફેણમાં ખેંચાયેલા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે પણ દાન આપી શકાય છે, જેને પોસ્ટ દ્વારા નીચેના સરનામાં પર મોકલી શકાય છે.
એકાઉન્ટ્સ વિભાગ
એડજ્યુટન્ટ જનરલની શાખા
સેરેમોનિયલ એન્ડ વેલફેર ડિરેક્ટોરેટ
રૂમ નંબર 281-બી, સાઉથ બ્લોક
MoD (આર્મી), નવી દિલ્હીનું IHQ – 110011.