ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
(જી.એન.એસ) તા. 24
નવી દિલ્હી,
ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કરેલ બેઠક બાદ પાકિસ્તાન સામે પાંચ કડક પગલાં લીધાં અને સિંધુ જળ કરાર પર રોક લગાવી દીધી અને અટારી સરહદ બંધ કરી દીધી. આનાથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને પણ કેટલાક ભારત વિરોધી પગલાં લીધા છે. આ સાથે પાકિસ્તાને તેની લશ્કરી તૈયારીઓ વધારી દીધી છે અને સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે જેથી તે ભારતને બતાવી શકે કે તે યુદ્ધના મોરચે સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાન તેનું પરીક્ષણ કરે તે પહેલાં જ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ INS સુરતે અરબી સમુદ્રમાં મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
આ સફળ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.’
પાકિસ્તાની નૌસેના અરબી સમુદ્રમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવાનું વિચારી રહ્યું હતું, ત્યારે ભારતે પોતાની તાકાત બતાવી. આ દરમિયાન INS સુરતે અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર MR-SAM મિસાઇલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરી દીધું. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.