Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ટેલિકોમ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ...

ભારતીય શેરબજારમાં ટેલિકોમ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

28
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૧૬.૮૯ સામે ૬૧૦૧૪.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૮૫૦.૯૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૭.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૫૦.૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૮૩.૫૫ સામે ૧૮૧૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૬૫.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૨૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. કોરોના – ઓમિક્રોનનું સંક્રમણ દેશભરમાં વાયુવેગે પ્રસરી જઈ પૂરા દેશને એકતરફ ફરી ચિંતામાં ગરકાવ કરી દીધો હોઈ દિલ્હીમાં સરકારે ખાનગી ઓફિસો બંધ કરાવી વર્ક ફ્રોમ હોમના આદેશો છોડી દેતાં પરિસ્થિતિ આગામી દિવસોમાં વિસ્ફોટક બનવાનો ફફડાટ છે અને બીજી તરફ ઓમિક્રોનની લહેર સુપરસ્પ્રેડ બનીને એટલી જ ઝડપી શાંત થઈ જવાના અને કેસોમાં એકાએક દક્ષિણ આફ્રિકાની જેમ ધરખમ ઘટાડો થઈ જવાની અપેક્ષા સાથે જાન્યુઆરીના મધ્યમાં મુંબઈ, દિલ્હી સહિતમાં કેસો ટોચ બનાવીને ઝડપી ઘટવા લાગશે એવા અહેવાલ વચ્ચે આજે પણ ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહી હતી.

આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં એક તરફ ફરી વિશ્વભરમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધતાં આઈટી સોલ્યુશન્સની માંગમાં મોટી વૃદ્વિ થવાના અને આઈટી કંપનીઓની કામગીરી અત્યંત સારી થવાની અપેક્ષા સાથે આજરોજ -૧૨,જાન્યુઆરીના ટીસીએસના પરિણામ સાથે શેરોનું બાયબેક જાહેર થનાર હોય ફંડોની આજે પરિણામ પૂર્વે વેચવાલી રહી હતી. ઉપરાંત, સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં તેજીનો જાણે કે ફરી અતિરેક થવા લાગ્યો હોય એમ ઉછાળે સાવચેતી જોવાઈ હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકની સીઝન અત્યંત સારા પરિણામોની રહેવાની અપેક્ષાએ અને અન્ય ક્ષેત્રની કંપનીઓ પણ આ વખતે સારા રિઝલ્ટ જાહેર કરશે એવા અંદાજોએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૪ અને વધનારની સંખ્યા ૧૮૧૦ રહી હતી, ૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચોક્કસ પ્રકારના ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પર ચકાસણીના સખત ધોરણોને હળવા કરવા સરકાર વિચારી રહી છે. ચીન ખાતેથી આવતા એફડીઆઈ પર અંકૂશ મૂકવા ભારત સરકારે તાજેતરમાં ઘડી કાઢેલા કેટલાક નિયમો એફડીઆઈ આકર્ષવામાં અવરોધરૂપ બની રહ્યાનું જણાતા સરકાર આ નિયમોને હળવા કરવા વિચારી રહી છે, એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશો ખાતેની  કંપનીઓ તરફથી આવતી દરેક એફડીઆઈ દરખાસ્તોની ભારત સરકાર હાલમાં સખત ચકાસણી કરે છે. પડોશી દેશો ખાતેથી ૬ અબજ ડોલરની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો અમલદારશાહીમાં અટવાઈ પડયાનું સરકારને જણાતા તેણે પોતાના નિયમો હળવા કરવાની હિલચાલ શરૂ કરી હોવાનું સુત્રો દ્વારા જણાવાયું હતું. ચીન સાથે સરહદી વિવાદ બાદ સરકારે ઈન્વેસ્ટમેન્ટસ માટેના ધોરણોને સખત બનાવ્યા હતા.

ચીનની તકવાદી નીતિને ફટકો મારવા સરકારનો આ નિર્ણય આવી પડયો હતો. સરકારે લીધેલા નિર્ણયને પડોશી દેશો ખાસ કરીને ચીન તથા હોંગકોંગ ખાતેથી આવેલી દરખાસ્તોને મંજુર કરવાની માત્રા ધીમી પડી હતી. સખત ધોરણોને કારણે પડોશી દેશો ખાતેના રોકાણકારો માટે ભારતમાં રોકાણ નિર્ણયો લેવાનું કઠીન બની ગયું હતું. ગયા વર્ષના નવેમ્બરના અંત સુધીમાં ૧૦૦ જેટલી દરખાસ્તો જેમાંથી ૨૫ જેટલી દરખાસ્તો જેમાં દરેકમાં એક કરોડ ડોલરથી વધુના ઈન્વેસ્ટમેન્ટસનો ઈરાદો હતો તે સખત ધોરણોને કારણે અટકી પડી હતી એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. આ સાથે આગામી દિવસોમાં દરખાસ્ત પર વિચારણાના નિર્ણયે ભારતીય શેરબજારમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટનું આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા જોવાઈ રહી છે.

Print Friendly, PDF & Email