ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝનું વર્ષ ૨૦૨૪નું (સુધારા ) વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
ઋષિપુરુષ પદ્મશ્રી ડૉ.H.L.ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ રુપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે -આરોગ્ય મંત્રીશ્રી
GUTS (ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ) માં પ્રો-ચાન્સેલરના હોદ્દો નાબુદ કરાયો: GUTS કુલાધિપતિ તરીકે રાજ્યપાલ રહેશે
IKDRC-ITS એ Trust કાયદા હેઠળ નોધાયેલ સંસ્થા હોઇ તેનું અસ્ત્વીત્વ ચાલુ રહેશે : GUTS યુનિવર્સિટી સાથે સુચારૂ સંચાલન થઈ શકે તેના માટે IKDRC સંસ્થાએ GUTS હેઠળ કામગીરી કરવાની રહેશે
……..
GUTS યુનિવર્સિટીના કુલપતિ હોદ્દાની રૂએ IKDRC-ITSના નિયામક (ડિરેકટર) રહેશે
****
(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર,
પંદરમી વિધાનસભાના ચોથા સત્રમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝનું વર્ષ ૨૦૨૪ નું (સુધારા ) વિધેયક વિધાનસભા ગૃહમાંથી સર્વાનુમતે સાથે પસાર કરાયું હતું.
આ ક્ષણે આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, IKDRC-GUTS નું સમન્વય અંગદાન, ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે.
પદ્મશ્રી ડૉ.H.L.ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ રુપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે જેને ખાતર આપવાનું કાર્ય સરકારે કર્યું છે તેમ ભાવપૂર્વક આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ કહ્યું હતું.
ગૃહના તમામ સભ્યોએ ડૉ.એચ.એલ.ત્રિવેદીને આ ક્ષણે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત GUTS યુનિવર્સિટી માં કેટલા કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે.
તદઅનુસાર , આ અધિનિયમની કલમ ૧૦-થી યુનિવર્સિટીના ઉપકુલાધિપતિ (પ્રો-ચાન્સેલર)ની નિમણૂક માટેની જોગવાઈ કરાઇ હતી. જે નાબૂદ કરીને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કાયદા સાથે સમાનતા લાવી શકાય તે હેતુથી, રાજ્ય સરકારને ઉપકુલાધિપતિનો હોદ્દો દૂર કરવાનું જરૂરી જણાયું જેથી આજે કરાયેલ સુધારા મુજબ હવે ગુજરાતના રાજ્યપાલ GUTS યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે પદવીદાન સમારંભમાં અધ્યક્ષસ્થાન સંભાળે તેવી જોગવાઈ કરાઇ છે.
બીજી જોગવાઇ માં IKDRC-ITS એ Trust કાયદા હેઠળ નોધાયેલ સંસ્થા હોઈ તેનું પણ અસ્ત્વીત્વ ચાલુ રહે અને GUTS યુનિવર્સિટી સાથે સુચારૂ સંચાલન થઈ શકે તેના માટે IKDRC એ યુનિવર્સિટી હેઠળ કામગીરી કરવાની રહેશે . જે સુધારો થવાથી બંને સંસ્થાઓ વધુ સુગમતાથી કામ કરી શકશે અને બંને સસ્થાઓ વચ્ચે સુલભ સંયોજન શક્ય બનશે.
ત્રીજા સુધારા મુજબ IKDRC-ITS અને GUTSની કામગીરીમાં વિસંગતતાઓ અને વહીવટી પ્રશ્નો નિવારવા માટે કુલપતિને હોદ્દાની રૂએ IKDRC-ITSના નિયામક (ડિરેકટર) રહેશે તેવો સુધારો કરવામાં આવેલ છે જેથી બંને સંસ્થાઓના સંચાલનમાં સરળતા આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.