Home રમત-ગમત Sports ICCએ મહિલા ટીમની ખેલાડી દિપ્તિ શર્માને સન્માન આપ્યું

ICCએ મહિલા ટીમની ખેલાડી દિપ્તિ શર્માને સન્માન આપ્યું

35
0

દીપ્તિ શર્માને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો

(જી.એન.એસ),તા.૧૬

વર્ષ 2024નો પહેલો મહિનો ચાલુ છે. ભારતીય ક્રિકેટની મહિલા અને પુરુષ ટીમ બંન્ને પહેલા મહિનાથી જ એક્શનમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટી 20 સિરીઝ રમી રહી છે, તો મહિલા ટીમ પણ હાલમાં એક સિરીઝ પૂર્ણ કરી છે. આ વચ્ચે આઈસીસીએ મહિલા ટીમની ખેલાડી દિપ્તિ શર્માને મોટું સન્માન આપ્યું છે. આઈસીસીએ હાલમાં ડિસેમ્બર મહિનાના પ્લેયર ઓફ ધ મંથની જાહેરાત કરી છે. જેમાં મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માને મહિલા પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરી છે. આ સ્પર્ધામાં તેમણે પોતાની જ ટીમની જેમિમા રોડિગેજ અને પ્રીશિયસને માત આપી છે. દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં શાનદાર પદર્શન કર્યું હતુ, સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં તે ટીમ માટે સ્ટાર ખેલાડી સાબિત થઈ હતી. ગત્ત 2 ટેસ્ટ મેચમાં દીપ્તિ શર્માએ 165 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં 11 વિકેટ લીધી છે. એટલે કે, ડિસેમ્બરમાં તેમણે ટીમ ઈન્ડિયા માટે સ્ટાર સાબિત થઈ છે.  

જો દીપ્તિના રેકોર્ડ વિષે જણાવી દઈએ તો, દીપ્તિએ ટીમ ઈન્ડિયા માટે 86 મેચમાં અંદાજે 2000 રન બનાવ્યા છે સાથે 100 વિકેટ પણ લીધી છે. આ સિવાય તેમણે 104 ટી 20 મેચમાં 1 હજારથી વધુ રન બનાવ્યા અને 113 વિકેટ દીપ્તિ શર્માના નામે છે. દીપ્તિએ ભારત માટે વર્ષ 2014માં ડેબ્યું કર્યું હતુ. જો પુરૂષ વર્ગમાં આ પુરસ્કારની વાત કરીએ તો ICCએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પ્લેયર ઓફ ધ મંથ બનાવ્યો છે. પાકિસ્તાન સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં પેટ કમિન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પેટ કમિન્સે આ રેસમાં બાંગ્લાદેશના તૈજુલ ઈસ્લામ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને હરાવ્યા છે. વર્ષ 2023 પેટ કમિન્સ માટે શાનદાર વર્ષ હતું, તેમની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ODI વર્લ્ડ કપ 2023 જીત્યો હતો અને હવે તેને આ એવોર્ડ પણ મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ બસ્તરનો ફસ્ટ લુક આવ્યો સામે, અદા શર્મા આક્રમક સ્થિતિમાં જોવા મળી
Next articleસચિન તેંડુલકર ડીપફેકના શિકાર, વીડિયો વાયુવેગે વાયરલ