Home મનોરંજન - Entertainment ‘IC 814’ વેબ સિરીઝને લઈને વિવાદ ઉગ્ર બન્યો

‘IC 814’ વેબ સિરીઝને લઈને વિવાદ ઉગ્ર બન્યો

37
0

(જી.એન.એસ),તા.03

મુંબઇ,

હાલમાં જો કોઈ વેબ સિરીઝની ચર્ચા થઈ રહી છે તો તે છે IC 814 જે એક મોટો વિવાદ બની ગયો છે. ડાયરેક્ટર અનુભવ સિંહાની આ વેબ સિરીઝના એક બાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ વેબ સિરીઝને લઈ વિવાદ પણ ખુબ ઉગ્ર બન્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા છે. તેની પાસે સ્પષ્ટતા પણ માંગી છે.’ IC 814′ પર અનેક આરોપ લાગ્યા છે કે, આ વેબ સિરીઝમાં આંતકવાદીઓના સાચા નામ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાતને સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ બાયકોટ એવું હૈશટેગ પોસ્ટ કરવામાં આવી રહ્યું છે.

ડાયરેક્ટર અનુભવ સિંહાની વેબ સિરીઝ ‘IC 814’ ડિસેમ્બર 1999માં થયેલી રિયલ ઘટના પર આધારિત છે. કાઠમાંડુ નેપાળથી નવી દિલ્હી માટે ઉડાન ભરનારી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ‘IC 814’ને આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. જેને અલગ અલગ સ્થળોથી કાંધાર, અફઘાનિસ્તાન લઈ જવામાં આવી હતી. જેમાં ભારત સરકારને તેમના યાત્રિકોનો જીવ બચાવવા માટે આતંકવાદીઓની માંગ સ્વીકારવી પડી હતી. તેમની માંગ હતી 3 આતંકવાદીઓ મૌલાના મસુદ અઝહર, ઓમર સયદ શેખ અને મુશ્તાક અહમદને ભારતની જેલમાંથી છોડ્યા હતા. ત્યારબાદ જે પણ ભારતમાં આતંકી ઘટનાઓ બની રહી છે. તેની પાછળ આ 3નો મોટો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

29 ઓગસ્ટના રોજ, 1999ની કંદહાર હાઇજેકની ઘટના પર આધારિત વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. કંદહાર હાઇજેકની આખી સ્ટોરી 6 એપિસોડમાં બતાવવામાં આવી છે. પ્લેનને પાંચ લોકોએ હાઇજેક કર્યું હતું.સિરીઝમાં, વેબ સિરીઝમાં હાઇજેકર્સના નામ બર્ગર, ડૉક્ટર, ભોલા, શંકર અને ચીફ તરીકે દર્શાવવામાં આવ્યા છે.   જો કે આ તેમના સાચા નામ નહોતા, પરંતુ તેઓએ હાઇજેક દરમિયાન વાતચીત માટે તેમના કોડ નામો રાખ્યા હતા.ડાયરેક્ટર અનુભવ સિંહા ઉપર આરોપ છે કે, તેમણે આતંકીઓના રિયલ નામ છુપાવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના એક એજન્ટને પૈસા મોકલી રહ્યો હતો, તુર્કીની પોલીસે આરોપીની ધરપકડ કરી
Next articleસાફલ્ય ગાથા- ગંગા સ્વરૂપા પેન્શન યોજના : અમદાવાદ જિલ્લો