(જી.એન.એસ),તા.૨૭
નવીદિલ્હી,
ટ્રેઇની IAS પૂજા ખેડકરના જૂઠ્ઠાણા એક પછી એક બહાર આવી રહ્યા છે. આ મામલે રોજેરોજ થતા ખુલાસાથી આખા દેશભરમાં શિક્ષિતોને આંચકો લાગ્યો છે કે સનદી અધિકારી બનવા માટે કેવા કેવા જૂઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે. પૂજા ખેડકરના જૂઠ્ઠાણા હવે તેને જ પર ભારે પડી રહ્યાં છે. બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર બાદ હવે તેના માતા-પિતાના છૂટાછેડાના દાવાની પણ પોલીસ તપાસ કરશે. IAS બનવા માટે પૂજા ખેડકરે અનેક યુક્તિઓ અજમાવી હતી. પૂજાએ ડિસેબિલિટી સર્ટિફિકેટ, અલગ-અલગ દસ્તાવેજોમાં અલગ-અલગ માહિતી, માતા-પિતાના છૂટાછેડાની થિયરી, ઝીરો ઇન્કમ સહિત ઘણાં જૂઠાણાં ચલાવ્યા હતા, પરંતુ આખરે હવે તેના તમામ જુઠ્ઠા દાવાઓની સત્યતા સામે આવી રહી છે. પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે પોતાના અંગત ફાયદા માટે તેના માતા-પિતાના છૂટાછેડાની વાત કરી અને તેને લગતા દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. હવે સરકાર આ દાવાની પણ તપાસ કરાવશે.
વાસ્તવમાં, પૂજા ખેડકરે MPSCને જાણ કરી હતી કે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે, જ્યારે તેના પિતાએ તેમના ચૂંટણી એફિડેવિટમાં મનોરમા ખેડકરનો ઉલ્લેખ તેમની પત્ની તરીકે કર્યો હતો. આવી સ્થિતિમાં આ મામલે પણ પૂજાની મુશ્કેલીઓ વધી રહી છે. પૂજા ખેડકર તેના માતા-પિતાના છૂટાછેડા વિશે અને અલગ-અલગ મૉક ઇન્ટરવ્યુમાં વાત કરતી જોવા મળી હતી. પરંતુ વાસ્તવમાં એવું નથી. પૂજા ખેડકર અંગેના વિવાદ બાદ પોલીસની ટીમ જ્યારે પૂજા અને મનોરમાના ઘરે અલગ-અલગ કેસમાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, દિલીપ ખેડકર અને મનોરમા ખેડકર એક જ ઘરમાં એક જ છત નીચે ઘણા સમયથી રહે છે. આવી સ્થિતિમાં છૂટાછેડાની થિયરી ખોટી સાબિત થતી જોવા મળી રહી છે. પૂજાએ તેના માતા-પિતાના છૂટાછેડા સાથે સંબંધિત 2010નો કોર્ટ દસ્તાવેજ દાખલ કર્યો હતો. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું તેના માતા-પિતાએ ખરેખર છૂટાછેડા લીધેલા છે કે નહીં. અથવા પરિવારે જાણી જોઈને છૂટાછેડાના નકલી દસ્તાવેજ બનાવ્યા જેથી પૂજાને IASની પરીક્ષામાં ફાયદો મળી શકે.
પૂજા ખેડકર પર તેના માતાપિતાના છૂટાછેડાનો દાવો કરીને UPSC પરીક્ષામાં OBC નોન-ક્રિમી લેયરનો લાભ લેવાનો આરોપ છે. કેન્દ્ર સરકારે પુણે પોલીસને પૂજા ખેડકરના માતા-પિતાની વૈવાહિક સ્થિતિ વિશે માહિતી આપવાનો આદેશ આપ્યો છે. પૂજા ખેડકરે દિલ્હીમાં વિવિધ એકેડેમીમાં આપેલા તેના મોક ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે તેના પરિવારની આવક શૂન્ય છે. આ દાવાનો આધાર એ હતો કે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે અને તે તેની માતા સાથે રહે છે. પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. તેમણે પોતાના ચૂંટણી એફિડેવિટમાં કહ્યું હતું કે મનોરમા ખેડકર તેમની પત્ની છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે પૂજા ખેડકરે ઓબીસી કેટેગરીમાં નોન-ક્રિમી લેયરનો માત્ર લાભ લેવા માટે ખોટો દાવો કર્યો હતો. પૂજા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, દિલીપ ખેડકર અને મનોરમા ખેડકરે 2009માં પુણેની ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને 25 જૂન, 2010ના રોજ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ દિલીપ ખેડકરનું ચૂંટણી એફિડેવિટ કંઈક અલગ જ વિગતો સામે લાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.