(GNS),04
ગુજરાત યુનિવર્સિટી બાદ GTU ને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ પણ રહી ચૂક્યા છે. અત્યારે ACPC અંતર્ગત થતી એન્જીનીયરીંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ડોક્ટર રાજુલ ગજ્જરના નેતૃત્વ થઈ રહી છે. 31 ઓક્ટોબરે તેઓ નિવૃત્ત થવાના હતા એ અગાઉ તેમને GTU માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિયુક્તિ અપાઈ. આગામી ત્રણ વર્ષ સુધી ડોક્ટર રાજુલ ગજ્જર GTU ના કુલપતિ તરીકે કાર્યભાર સાંભળશે. છેલ્લા 8 મહિનાથી GTU ઇન્ચાર્જ કુલપતિના સહારે ચાલતી હતી, 8 મહિનાના અંતે કુલપતિની નિમણુક થઈ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.