(જી.એન.એસ) , તા.૨૮
નવી દિલ્હી
પેગાસસ સ્પાયવેર દ્વારા ભારતીય નાગરિકોના ડેટા મેળવવા, વાતચીત સાંભળવા, ચેટની માહિતી મેળવવા તેમના ફોનની જાસૂસી કરાઇ કે કેમ તેની તપાસ આ પ્રકારના સ્પાયવેર એટેકના કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકોની વિગતો પેગાસસનો ઉપયોગ કરીે ભારતીય નાગરિકોના વોટ્સએપ એકાઉન્ટ હેક કરાયા હોવાના અહેવાલો વર્ષ ૨૦૧૯માં પ્રસિદ્ધ થયા બાદ કેન્દ્ર સરકારે કેવા પગલાં લીધાં ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઇ કેન્દ્રીય અથવા રાજ્યની એજન્સી દ્વારા પેગાસસ સ્પાયવેરની ખરીદી કરાઇ છે? જો પેગાસસ સ્પાયવેર દ્વારા કોઇ નાગરિકની જાસૂસી કરાઇ છે તો તે કયા કાયદા અંતર્ગત કરાઇ તેની માહિતી દેશની કોઇ સંસ્થાએ કે વ્યક્તિએ નાગરિકો પર જાસૂસી કરી? શું તેને અધિકૃત કરાઇ હતી? રાજકીય નેતાઓ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, અભિષેક બેનરજી, પ્રહલાદ પટેલ, અશ્વિની વૈષ્ણવ, પ્રવીણ તોગડિયા સહિત ૧૪ના નામ અધિકારીઓમાં પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, પૂર્વ સીબીઆઇ પ્રમુખ આલોક વર્મા, રાકેશ અસ્થાના, રાકેશ શર્મા એક્ટિવિસ્ટ રોના વિલ્સન, આનંત તેલતુંબડે, શોમા સેન, ગૌતમ નવલખા સહિત ૪૦ નામ બિઝનેસમેનની યાદીમાં અનિલ અંબાણી, દલાઇ લામાના સંખ્યાબંધ અનુયાયીઓ પણ સામેલ પત્રકારોમાં એમ કે વેણુ, સિદ્ધાર્થ વરદરાજન, સુશાંતસિંહ, શિશિર ગુપ્તા, વિજેતા સિંહ સહિત ૨૯ નામ રાઇટ ટુ પ્રાઇવસીના રક્ષણ માટે નવો કાયદો ઘડવા , સાઇબર સિક્યુરિટી વધારવા, સરકારી અને બિનસરકરી સંસ્થાઓ દ્વારા રાઇટ ટુ પ્રાઇવસીના અધિકાર પર આક્રમણ, ગેરકાયદેસર જાસૂસી થતી હોવાની ફરિયાદ કરવાની વ્યવસ્થા અંગે ભલામણ કરશે.દેશમાં બહુચર્ચિત બનેલા પેગાસસ જાસૂસીકાંડમાં સુપ્રીમ કોર્ટે બુધવારે સ્વતંત્ર તપાસનો આદેશ આપતાં ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, સરકારે આ મામલામાં પોતાનું વલણ યોગ્ય ગણાવવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નથી. સુપ્રીમ કોર્ટે સમિતિને અરજકર્તાઓ દ્વારા મુકાયેલા આરોપોની તપાસ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપી ૮ સપ્તાહ બાદ સુનાવણી મુકરર કરી હતી. ઇઝરાયેલી કંપની એનએસઓ દ્વારા તૈયાર કરાયેલ સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરી જાસૂસીના મામલાને ગંભીરતાથી લેતાં ચીફ જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે જણાવ્યું હતું કે, નિષ્ણાતોની સમિતિ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરશે. નાગરિકોના રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન ગંભીર બાબત છે. ભારતીયોની જાસૂસીમાં વિદેશી એજન્સીની સંડોવણી પણ ગંભીર ચિંતાનો વિષય છે. સરકાર હંમેશાં પોતાના બચાવ માટે યોગ્ય જવાબ આપવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષાની જ દલીલો કર્યા કરે છે. અદાલત જ્યારે ન્યાયિક સમીક્ષા કરતી હોય તે દરેક કિસ્સામાં રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર દલીલ રજૂ કરીને સરકાર છટકી શકે નહીં. રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ વ્યક્ત કરીને સરકાર કાયમ ફ્રી પાસ મેળવી શકે નહીં. કેન્દ્ર સરકારે અદાલતને મૂકદર્શક માની લેવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેશના નાગરિકોની પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી થઇ હોવાના મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઇ ચોક્કસ ઇનકાર કરાયો નથી. તેથી આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવવા સિવાય અમારી પાસે બીજાે કોઇ વિકલ્પ રહેતો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.