(GNS),05
હાલના જમાનામાં તમારે કોઈ જગ્યા પર જવુ હોય અને તમને રસ્તો ખબર ના હોય તો તમારા ફોનમાંથી ગુગલ મેપ તમને રસ્તો બતાવશે. તેનાથી તમે સરળતાથી તે જગ્યા પર પહોંચી જશો પણ ઘણી વખત ગૂગલ મેપ તમને આફતમાં પણ મુકી શકે છે. આવી જ એક ઘટના બિહારના નવાદામાં બની છે. વાત એવી બની કે ઝારખંડના દેવઘરથી ગૂગલ મેપના ભરોસે ગાડી દ્વારા બિહારથી બોધગયા જઈ રહેલો પરિવાર એક સુમસામ જગ્યા પર પહોંચી ગયો અને તેમની ગાડી ખાડામાં ફસાઈ ગઈ. આ ઘટના રાત્રે 10 વાગ્યે બની. ત્યારે પરિવાર સુમસામ જગ્યા પર ફસાઈ ગયો અને પરેશાન થઈ ગયો. ત્યારબાદ કારમાં સવાર લોકોએ ઈમરજન્સી નંબર પર કોલ કર્યો અને થોડીવાર બાદ પોલીસ મદદ માટે પહોંચી ગઈ..
કારમાં સવાર પરિવાર જણાવ્યુ કે તેઓ હરિયાણાથી બિહાર ફરવા માટે આવ્યા હતા, ઘટના વિશે જણાવતા દીપક કુમારે જણાવ્યું કે 4 લોકો કારમાં સવાર થઈને દેવધર, બાબા વૈદ્યનાથ ધામથી દર્શન કરીને બોધગયા જઈ રહ્યા હતા. તે ગુગલ મેપમાં બતાવેલા રસ્તા પર જઈ રહ્યા હતા પણ ગુગલ મેપમાં ખોટો રસ્તો હતો અને અમે સુમસામ જગ્યા પર ખાડામાં આવીને ફસાઈ ગયા. તમને કહ્યું કે અમે સમય સુચકતા વાપરીને બ્રેક લગાવી નહીં તો અમારી સાથે મોટી દુર્ઘટના થઈ હોત. મુશ્કેલીમાં મુકાયા બાદ અમે ઈમરજન્સી નંબર પર સંપર્ક કર્યો અને પોલીસ ઘટનાસ્થળે મદદ માટે આવી અને ગાડીને ટોઈંગ કરીને બહાર કાઢવામાં મદદ કરી. હરિયાણાથી આવેલા 4 કાર સવાર ગુગલ લોકેશનના કારણે ખોટા રસ્તા પર ચઢી ગયા અને સુમસામ જગ્યા પર પહોંચી ગયા, તેમની ગાડી ખાડામાં ફસાઈ ગયાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસે તેમને બોધગયા જવાનો સાચો રસ્તો બનાવ્યો. પોલીસે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે..
નવાદા પોલીસે ફેસબુક પર આ ઘટના વિશે પોસ્ટ કર્યુ. હરિયાણાથી બિહાર ફરવા આવેલો એક પરિવાર, જેમની ગાડી નેમદારદંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ટ્રેકની પાસે કાદવમાં ફસાવી ગઈ હતી. ગૂગલ લોકેશનમાં બતાવેલા રસ્તા પર ચાલતા તે ખોટા રસ્તા પર પહોંચી ગયા અને રાત્રે 10 વાગ્યના સમયે ત્યાં ફસાઈ ગયા. તેમની સાથે એક વૃદ્ધ અને મહિલા પણ હતા. આ પરિસ્થિતિમાં તેમને પોલીસને ફોન કરવાનું યોગ્ય લાગ્યુ. માહિતી મળતા જ નેમદારગંજ પોલીસ થોડી મિનિટોમાં જ સ્થળ પર પહોંચી અને તેમની ગાડી બહાર કાઢવા માટે મદદમાં લાગી. ત્યારબાદ તેમને સાચો રસ્તા બતાવીને રવાના કર્યા. હરિયાણાના આ પરિવારે બિહાર પોલીસનો ખુબ આભાર માન્યો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.