Home ગુજરાત GNS Impact: અંતે માહિતી ખાતાએ “ગુજરાત”નું નવું ડેકલેરેશન કર્યું અને દંડ પણ...

GNS Impact: અંતે માહિતી ખાતાએ “ગુજરાત”નું નવું ડેકલેરેશન કર્યું અને દંડ પણ ભર્યો….

711
0
SHARE

માહિતી ખાતાના આળસુ અને એદી અધિકારીઓને કારણે ઇલેક્શન ડ્યુટી પર રાજસ્થાન ગયેલા નિયામક કાલરિયાને તાબડતોડ બોલાવવા પડ્યા…

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.28
માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરાતા ગુજરાત મેગેઝીનના દિલ્હી RNI ટાઇટલમાં ગરબડો અને વાર્ષિક રિપોર્ટ ૧૪-૧૪ વર્ષથી નહીં મોકલાતા દર વર્ષના એક હજાર લેખે ફટકારવામાં આવેલ દંડ સહિતનો ચોંકાવનારો રિપોર્ટ GNS દ્વારા કરાયા બાદ એકાએક હરક્તમાં આવેલા અધિકારીઓએ ફરજીયાત ઇલેક્શન ડ્યુટી માટે રાજસ્થાન ગયેલા માહિતી કમિશ્નર અશોક કાલરિયાને તાત્કાલિક પરત બોલાવીને સુધારા સાથેના ડેકલેરેશન કરાવાયા હતા. જોકે આ અંગેની માહિતી ખુબ જ ગુપ્ત રાખવાના પ્રયાસો કરાયા હતા અને રાજસ્થાનથી તાત્કાલીક આવેલા માહિતી નિયામક કાલરીયા પોતાના કાર્યાલયમાં જવાને બદલે સંયુક્ત નિયામક સહિત બીજા અધિકારીઓ સાથે માહિતી સચિવ અશ્વિની કુમારની ઓફીસે પહોંચ્યા હતા અને સચિવની ઓફિસમાં જ ગાંધીનગર જીલ્લા કલેક્ટર તેમજ ડે.કલેક્ટર(પ્રાંત)ને બોલાવી મંગળવારે નવા સુધારા સાથેનું ડેકલેરેશન કરાયું હતું.

માહિતી સચિવ અશ્વિની કુમારની ઓફીસમાં જીલ્લા કલેક્ટર તેમજ ડે.કલેક્ટર(પ્રાંત)ને બોલાવી કરાવાયું નુવું ડેકલેરેશન….?

જાણકાર સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર નવા સુધારા સાથેના ડેકલેરેશન તેમજ છેલ્લા 14 વર્ષના વાર્ષિક રિપોર્ટ તેમજ દંડની રકમનો ડીડી લઇ માહિતી ખાતાંના એક અધિકારીને દિલ્હી -આરએનઆઈ રવાના કરવામાં આવ્યા છે તેમજ આરએનઆઇના અધિકારીઓ તાત્કાલિક આ નવા ડેકલેરેશનને માન્યતા આપી ઓલલાઇન ડેટા અપડેટ કરે તે માટે પહેલા આરએનઆઇમાં કામ કરી ચુકેલા ગુજરાત દુરદર્શનના એક સિનીયર અધિકારી દ્વારા આરએનઆઇના અધિકારીઓને ભલામણ કરાવાઇ છે
વિગત એવી છે કે નાના અખબારોને વગર વાંકે દબડાવતાં માહિતી ખાતાના કેટલાક અધિકારીઓના કાળા કરતૂતોની માહિતી GNS ન્યૂઝ એજન્સીએ માહિતીના ગુજરાત મેગેઝીનના RNI ટાઇટલમાં તો હજુ તંત્રી અને પ્રિન્ટરના નામો વર્ષો જુના ચાલતાં હોવાનું અને ૧૪ -૧૪ વર્ષથી માહિતી ખાતાએ પોતે જ RNIને વાર્ષિક રિપોર્ટ મોકલ્યો નથી એવા સમાચારો ચમકાવતાં માહિતી ખાતામાં સોપો પડી ગયો હતો અને ટાઇટલમાં સુધારા માટે કલેક્ટરને મળવા ગયા ત્યારે વર્તમાન તંત્રી તરીકે જેમનું નામ લખાય છે તે માહિતી નિયામક અશોક કાલરિયાના હસ્તાક્ષરો સાથેના કાગળિયા માંગતા અને મચક નહીં આપતા છેવટે ઇલેક્શન ઓન ડ્યુટી ગયેલા કાલરિયાને તાત્કાલિક ગાંધીનગર આવવાની ફરજ પડી હતી. તેમણે જરૂરી કાગળો પર હસ્તાક્ષરો કર્યા હતા. સામાન્ય રીતે અનિવાર્ય સંજોગોમાં સનદી અધિકારીને આ રીતે ઇલેક્શન ડ્યુટીમાંથી બોલાવવામાં આવતા નથી. તેમ છતાં માહિતીના કેટલાક આળસુ અને એદી અધિકારીઓની બેદરકારીને કારણે કાલરિયાને વિધાનસભા ચૂંટણીનું કામ છોડીને ગાંધીનગર દોડી આવવાની ફરજ પડી નહીં, પણ ફરજ પાડવામાં આવી હતી. છેવટે અધિકારીઓની એક ટીમ ટાઇટલ સુધારા માટે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. GNS દ્વારા જે સમાચાર પ્રસિધ્ધ કરાયા તે આ મુજબ હતા.

માહિતી ખાતાને ‘ગુજરાત’ માટે RNIની નોટીસ…!, “અન્યનું તો એક વાંકું આપના અઢાર છે….”
Print Friendly, PDF & Email