કોંગ્રેસમાં ગોહિલનો રસ્તો અવરોધવાનો અહમદપટેલ જૂથનું કાવતરું ….? અહેમદ પટેલ જૂથની ધારણા: જો ગોહિલ જીતે, તો અહેમદ પટેલ ભારે પડી શકે છે, તેને રોકો ….! તાજેતરમાં જ પટેલ જૂથના ભરતસિંહ ભાજપમાં જવા માટે તૈયાર થયા હતા ….! કોંગ્રેસમાં ટિકિટ વહેંચતા અહેમદ પટેલ વિશે મોદીએ એક વખત કહ્યું હતું કે અહેમદ પટેલ તેના સારા મિત્ર છે …! કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકરોનું માનવું છે કે ભાજપ નહીં પણ અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને બરબાદ કરી દીધી …! આરોપ: ચૂંટણીમાં ભાજપને જીતવા માટે અહમદ પટેલ કેટલીક બેઠકો પર નબળા ઉમેદવાર મૂકીને અહેમદ કેસરિયાને ફાયદો પહોંચાડતા હતા …. !!
(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.18
કોંગ્રેસ મધ્યપ્રદેશમાં કટોકટીમાં મૂકાયેલી પોતાની સરકારને બચાવવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા દિગ્ગી રાજા બેંગલુરુ ગયા અને હોટેલમાં બંધ કોંગ્રેસના ધારાસભ્યોને મળવાનો પ્રયત્ન કર્યો. જેને રાજકીય નાટક પણ કહેવામાં આવે છે. જો કે મધ્યપ્રદેશની નજીક ગુજરાતમાં પણ કોંગ્રેસની રાજકિય સ્થિતિ સારી નથી. ગુજરાતમાં કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે બે ઉમેદવારો ભરતસિંહ માધવસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ ભાજપે કોંગ્રેસ પાસેથી એક બેઠક છીનવવા કોંગ્રેસના પાંચ ધારાસભ્યો સટાક દઇને ઘટાડી નાંખ્યા. જેથી કોંગ્રેસ હવે નંબર ગેમમાં માત્ર એક જ બેઠક જીતી શકે તેમ છે.. બેમાંથી કોણ નામાંકન પાછું લેશે તે પણ મહત્વનું બની રહેશે…..?
ભાજપના 4 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં….!!?, હાઇકમાન્ડને ગુમરાહ કરવાનો પ્રયાસ…..?
ગુજરાતમાં ભાજપના કમ સે કમ 4 ધારાસભ્યો કોંગ્રેસની સાથે સંપર્કમાં છે અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપશે અને કોંગ્રેસનના બન્ને ઉમેદવારો જીતી જશે એમ કોંગ્રેસ હાઇકમાન્ડને સમજાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ અંગે સૂત્રોએ દાવો કર્યો કે 25 વર્ષથી સત્તામાં રહેનાર ભાજપના 4 તો શુ એક પણ ધારાસભ્ય કોંગ્રેસને લાભ અપાવવા તૂટે તેમ નથી. સૂત્રોએ દાવો કર્યો કે હાઇકમાન્ડને આમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે કે જેથી ભરતસિંહને ઉમેદવારી પાછી ખેંચવા તેમના પર દબાણ ના કરે….!
સૂત્રોની માનીએ તો આ સાથે માત્ર ગુજરાત કોંગ્રેસમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ કંઈક એવી રીતે આંતરિક ભેદી રીતે ચાલી રહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ગોહિલ જીતી ન શકે…! કારણ કે જો તેઓ જીતી જાય છે, તો તેઓ કોંગ્રેસમાં સીધા અહેમદ પટેલ પર પણ ભારે પડી શકે છે, એમ માનીને કે અહેમદ પટેલ જૂથના ભરતસિંહે ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવાની ના પાડી છે, પરંતુ ભરતસિંહ અને અહમદ પટેલ આ ચૂંટણીમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને તેને લઇને ગુજરાત કોંગ્રેસમાં ભારે રાજકિય ધમાસણ મચ્યું છે. જ્યારે ભાજપ મસ્ત મસ્ત રીતે કોંગ્રેસનો આ રાજકિય તમાશો જોઇ રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે, કોંગ્રેસે ભરતસિંહને શું નથી આપ્યું….? તેમને બધા જ રાજકિય લાભો આપ્યા છે. ધારાસભ્યપદથી લઈને સાંસદપદ અને કેન્દ્રમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતમાં બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે રાજ્યસભાની આ ચૂંટણીમાં તેમણે ટિકિટ માંગી હતી. પરંતુ જ્યારે તેમને ના પાડી દેવામાં આવી ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી કદાવર નેતા નરહરિ અમીનની જેમ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનું મન બનાવી લીધુ હતું. અને તેઓ તેમના કેટલાક સમર્થકો સાથે ભાજપમાં જવા તૈયાર હતા. અને ભાજપ જોડાવા માટે ઘરની બહાર નીકળી પણ ગયા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈક રીતે તેમને કોંગ્રેસ નેતાઓ દ્વારા સમજાવવામાં આવ્યા અને પાછા આવ્યાં. બીજી બાજુ તેમની રાહ જોઇ રહેલા ભાજપના નેતાઓએ ભરતસિંહ ભાજપમાં ન આવ્યા ત્યારે તે પછી ભાજપે ત્રીજી બેઠક જીતવા માટે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા…… !?!
આના પુરાવા તરીકે એમ માનવામાં આવે છે કે કોંગ્રેસના એ ધારાસભ્ય જે.વી.કાકડિયા કે જેમમએ રાજીનામુ આપ્યું છે, જેમની પત્નીએ દાવો કર્યો હતો કે તેમના પતિએ ભરતસિંહની વાત માનીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, તેમના પતિએ સોલંકીને પૂછ્યું હતું કે, તેમને ભાજપ તરફથી ઓફર છે તો શું કરવું ….? સોલંકીએ એવી સલાહ આપી કે હા, માત્ર ઉગતા સૂરજની જ પૂજા કરાય. એટલે કે, જે સત્તામાં છે તેની પાસે જ જવું જોઈએ. અને સોલંકીના કહેવાથી તેમના પતિએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું ….! આટલા ગંભીર આરોપ હોવા છતાં સોલંકી દ્વારા કોઈ જવાબ કે ખુલાસો કરવામાં આવ્યો નથી. જે શું બતાવે છે..? એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં 66 વર્ષિય ભરતસિંહ સોલંકી અહેમદ પટેલની નજીક માનવામાં આવે છે. તો 59 વર્ષના ગોહિલને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ઉભરતા રાજકિય સ્ટાર માનવામાં આવે છે. તેઓ વ્યવસાયે વકીલ છે. હિન્દી ભાષા પર સારૂ પ્રભુત્વ ધરાવે છે. એક સારા પ્રવક્તા પણ છે. તેઓ સંસદીય બાબતોની પ્રણાલીથી સારી રીતે પરિચિત છે. કારણ કે તેઓ સરકારમાં જુનિયર મંત્રી અને સિનિયર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં તેમને બિહારનો હવાલો પણ સોંપ્યો હતો. તેઓ ગુજરાતના રાજકિય અનુભવોને કારણે ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં અને ભરતસિંહ કરતા તો વધારે સક્ષમ હોવાનું કહેવામાં આવે છે. જો તેઓ રાજ્યસભામાં જાય, તો તેઓ તરત જ રાષ્ટ્રીય સ્તરે આવશે. રાજ્યસભામાં તેઓ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજકારણી કપિલ સિબ્બલની જેમ સરકારનો સામનો કરી શકે છે.તેઓ સિબ્બલના વિકલ્પ તરીકે પક્ષના કાનૂની સલાહકાર પણ બની શકે. તો આ બધાને ધ્યાનમાં રાખીને તેમને ધીરે ધીરે કોંગ્રેસમાં વર્ષોથી મોભાદાર સ્થાન ભોગવનાર અહમદ પટેલના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને રાજ્યસભાની ચૂંટણીમાં હરાવવા અહેમદ પટેલ સામે શંકાની સોઇ કેટલાક નિષ્ઠાવાન કાર્યકરો નિહાળી રહ્યાં છે. …..!
એવું કહેવામાં આવે છે કે રાજીવ શુક્લાને ગુજરાતમાંથી ટિકિટ આપવાની ઘોષણા થઇ ત્યારે અહેમદ પટેલના કહેવાથી ભરતસિંહે ભાજપમાં જઇને કોંગ્રેસને તોડવાનું મન બનાવી લીધું હતું અને ભાજપમાં જોડાવા નીકળ્યા હતા. પરંતુ શુક્લાનું નામ રદ કરવામાં આવ્યું અને તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા. જો કે ગોહિલનું નામ આવ્યું ત્યારે પટેલ-સોલંકીએ વિચાર્યું હતું કે ગોહિલ જીતે તો તેઓ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચી જશે. તેઓ પટેલનું સ્થાન પણ લઇ શકે તેમ છે, આવુ વિચારીને કે ધારણા રાખીને કેટલાક ધારાસભ્યો કે જેમાં ભરતસિંહના કહેવાથી રાજીનામા માટે તૈયાર થનાર કાકડિયાનો પણ સમાવેશ થાય છે તેઓ કોંગ્રેસ બે નહીં પણ એક જ બેઠક જીતે અને તે પણ સોલંકી જ જીતે એવી કોઇ ગણતરી સાથે રાજનામા આપ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સૂત્રો પક્ષને વફાદાર સંનિષ્ઠ કાર્યકરોના હવાલાથી કહે છે કે આ એ જ એહમદ પટેલ છે કે જેમણે ગુજરાતમાં કોંગ્રેસને બરબાદ કરી છે. વિધાનસભાની એક ચૂંટણી દરમિયાન મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે જાહેરમાં મીડિયાને કહ્યું હતું કે અહેમદ પટેલ તેમના સારા મિત્ર છે, અને ઘણી વાર તેઓ ટેલિફોન પર વાત પણ કરે છે….! મોદીના આ કથનને એ રીતે જોવામાં આવ્યું કે અહમદ પટેલ ચૂંટણીમાં મોદીને મદદ કરતા હશે. કેમ કે પક્ષમાં કેટલાક માને છે કે ચૂંટણી વખતે ઘણીવાર ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસ દ્વારા નબળા ઉમેદવાર મૂકવામાં આવતા હતા જેથી ભાજપને રાજકિય લાભ થાય. અને ગુજરાતમાં પક્ષમાં એ બાબત સૌ જાણે છે કે ચૂંટણીમાં ટિકિટો આપવાનો આખરી નિર્ણય અહમદ પટેલ દ્વારા જ લેવામાં આવતા હતા. ગુજરાત કોંગ્રેસમાં એવું માનવામાં આવે છે કે અહમદ પટેલની મરજી વગર રાજીવ ગાંધી ભવનમાં પાંદડુ પણ હાલી શકતું નથી. એટલી હદે તેમણે કબ્જો જમાવ્યો છે. ત્યારે તેઓ ગુજરાતમાંથી તેમનો હરિફ જાય તો તેમને ન જ ગમે એમ કહેનારા કહી રહ્યાં છે.
રાજ્યસભા ચૂંટણીમાં જો ભરતસિંહ પોતાની ઉમેદવારી પાછી ખેંચવા ઇન્કાર કરે તો તેનો અર્થ કેટલાક એવું કરી રહ્યાં છે કે તેઓ પોતે તો હારવાના જ સાથે ગોહિલને પણ હરાવીને અહમદ પટેલનું સ્વપ્ન પૂર્ણ કરે તો એક કાંકરે ઘણા પક્ષી મારવાનું કામ કર્યું કહેવાશે….! જો ગોહિલ જીત્યા તો તેઓ અહમદ પટેલ પર ભારી પડશે એટલે 26 માર્ચના રોજ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે શું થશે એ કદાજ શક્તિસિંહ નહીં જાણતા હોય પણ ગુજરાત કોંગ્રેસમાં બે નેતાઓ તેનું પરુણામ સારી રીતે જાણતા જ હશે…!?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.